પોલિશ્ડ હીરાની જંગી ડીમાન્ડના પગલે તેની કીંમતને લઈને વેપારીઓ મક્કમ, સારા વેંચાણના પગલે વિશ્વની પ્રખ્યાત જ્વેલરી બ્રાન્ડ્સ અને મોટા ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ દ્વારા સતત નવી ખરીદી થઈ રહી છે.
DIAMOND TIMES – અમેરીકામાં આગામી વેકેશનને અનુલક્ષીને પોલિશ્ડ હીરાનું ટ્રેડિંગ મજબૂત અને ડીમાન્ડ દીવાળી પહેલાના સ્તરે છે.ઇશુના આગામી નવા વર્ષ 2022ની સાલમાં અમેરીકામાં લગ્નોની સંખ્યામાં વધારાની અપેક્ષાએ લગ્નસરાની સિઝન અગાઉ તેને અનુરૂપ આભુષણો અને સગાઈની વીંટીની મજબુત માંગ છે.
રફ હીરાની વાત કરીએ તો અલરોઝા,ડીબિયર્સ સહીતની રફ કંપનીઓના ડેટા મુજબ રફની માંગ સ્થિર છે,પરંતુ રફની ઊંચી કીંમતો ચિંતાનો વિષય છે.જો કે પોલિશ્ડ હીરાની જંગી ડીમાન્ડના પગલે તેની કીંમતને લઈને વેપારીઓ મક્કમ છે.ન્યૂયોર્કના મોટા ભાગના ડીલરો પસંદગીના પોલિશ્ડ હીરાની ધુમ ખરીદી કરી રહ્યા હોવાના અહેવાલ છે.તો બીજી તરફ જ્વેલરીનું પણ અપેક્ષા મુજબનું વેંચાણ થઈ રહ્યુ છે.પ્રખ્યાત જ્વેલરી બ્રાન્ડ્સ અને મોટા ડિપાર્ટમેન્ટ સ્ટોર્સમાં સારા વેંચાણના પગલે મોટી જ્વેલરી કંપનીઓ અવિરત પણે નવી ખરીદી કરી રહ્યાં છે.
ઊંચી કિંમતો અને સ્થિર માંગના પગલે ફેન્સી હીરા બજાર મજબૂત છે. F-J, VS-SI કેટેગરીના 1.20 થી 3.99 કેરેટની સાઈઝના ફેન્સી હીરામાં પુરવઠાની અછત છે,તો F-J, VS-SI કેટેગરીના હીરાની ડીમાન્ડ છે.ફેન્સી-આકારના હીરા જડીત સગાઈ રિંગ્સના વેચાણમાં વધારો નોંધાયો છે.ઓવલ,પિયર્સ,એમરાલ્ડ, પ્રિન્સેસ , લોંગ રેડીયેન્ટ અને માર્ક્વિઝના ઓર્ડરમાં વધારો નોંધાયો છે.એક્સેલન્ટ કટના પસંદગીની સાઈઝના ઉત્તમ ગુણવત્તા ધરાવતા ફેન્સી હીરાની કીંમતોમાં પ્રીમિયમ બોલાઈ રહ્યાં છે.તો નબળી રીતે કટીંગ થયેલા અને ઓછી ગુણવત્તા ધરાવતા ફેન્સી હીરા વેંચવા મુશ્કેલ છે.
બેલ્જિયમના હીરા બજારની વાત કરીએ તો આગામી વેકેશન અને લગ્નસરાની મોસમને લઈને સેન્ટિમેન્ટ હકારાત્મક છે.પસંદગીના હાઈ-એન્ડ ફેન્સી આકારના હીરા અને લક્ઝરી જ્વેલરીની ડીલર તરફથી સારી માંગ છે.ઇઝરાયેલના ડીલરોએ પણ યુએસ માર્કેટ સપ્લાય પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.રાઉન્ડ અને ફેન્સી-આકાર ના 1.50 થી 3.99 કેરેટના F-H,VS-I1 કેટેગરીના હીરાની મજબૂત માંગ છે.ગુણવત્તા યુકત 1 કેરેટથી વધુ વજનના હીરાની જંગી માંગને પગલે તેની મોટી અછત છે.
હોંગકોંગના હીરા બજાર પર નજર કરીએ તો 1 કેરેટ વજનના D-I,VS2-SI2,3X કેટેગરીના હીરાની અછત છે. આગામી તહેવારની સિઝનની માંગથી બજારને સપોર્ટ મળી રહ્યો છે.પોલિશ્ડ હીરાની નક્કર માંગના પગલે વિક્રેતાઓ કીંમતને લઈને અડગ છે.0.30 થી 0.80 કેરેટની સાઈઝમા પસંદગીના હીરાની સારી માંગ છે.ચીનના બજારો તરફથી હીરા અને ઝવેરાતની માંગ વધતા સોનામાં સુગંધ ભળી છે.