ડી બિયર્સ,અલોરોઝા સહીતની રફ કંપનીઓએ ગત જુલાઇની સાઈટમાં રફ હીરાની કીંમતોમાં અંદાજિત સરેરાશ 5 થી 7 ટકાનો વધારો કરતા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું પ્રોફિટ માર્જિન દબાણ હેઠળ આવ્યું છે. વળી યુએસ અને ચીન માં રિટેલ રિકવરી માંગને વેગ આપી રહી છે. સિગ્નેટ જ્વેલર્સ , ચાઈ તાઈ ફૂક,રિચેમોન્ટ ગ્રુપ અને LVMHની માલિકીની બ્રાન્ડ્સએ પાછલા બે વર્ષની તુલનાએ મજબૂત વૃદ્ધિ નોંધાવી છે.આવી ઉત્સાહ જનક સ્થિતિ વચ્ચે ઉલ્લેખનિય બાબત એ છે કે વર્ષ 2021 દરમિયાન રફની કીંમતોમાં સરેરાશ 20 ટકાનો વધારો થયો છે.જ્યારે તેની તુલનાએ પોલિશ્ડ હીરાની કીંમતોમાં માત્ર 11.2 ટકાનો જ મામુલી વધારો થયો છે.આ બાબત ચિંતાજનક અને વિચાર માંગી લે તેવી છે.
DIAMOND TIMES – તૈયાર હીરાની મજબુત માંગના પગલે રફ હીરાની ઉંચી કિંમતો વચ્ચે પણ વૈશ્વિક હીરા બજાર નું સેન્ટિમેન્ટ ઉત્સાહિત છે.બીજી તરફ પોલિશ્ડ હીરાના પુરવઠાની તંગી અને રફ હીરાની ઉંચી કીંમત પોલિશ્ડ હીરાના ભાવને ટેકો આપી રહ્યા છે.માંગ અને સપ્લાયની આદર્શ અને અર્થશાસ્ત્રના નિયમને અનુકુળ પરીસ્થિતિના કારણે 1 કેરેટ હીરા માટે રેપનેટ ડાયમંડ ઇન્ડેક્સમાં 3.1 ટકાનો વધારો કરવાની ફરજ પડી છે.
અહેવાલ મુજબ ડાયમંડ ઇન્ડેક્સમાં ગત જુલાઈ મહીનામાં પોલિશ્ડ હીરામાં 0.30 કેરેટમાં 0.7 ટકા
0.50 કેરેટમાં 1.6 ટકા
1 કેરેટમાં 3.1 ટકા નો વધારો થયો છે.
જ્યારે જાન્યુઆરી-2021થી 1 ઓગષ્ટ -2021 દરમિયાન 0.30 કેરેટમાં 1.8 ટકા
0.50 કેરેટમાં 1.7 ટકા
1 કેરેટમાં 11.2 ટકા
3 કેરેટમાં 6.6 ટકાનો વધારો થયો છે.
ઉપરાંત 1 ઓગષ્ટ -2020 થી 1 ઓગષ્ટ -2021 દરમિયાન 0.30 કેરેટમાં 6.7 ટકા
0.50 કેરેટમાં 13 ટકા
1 કેરેટમાં 21.9 ટકા અને
3 કેરેટમાં 17.9 ટકાનો વધારો થયો છે
બીજી તરફ ડી બિયર્સ,અલોરોઝા સહીતની રફ કંપનીઓએ ગત જુલાઇની સાઈટમાં રફ હીરાની કીંમતોમાં અંદાજિત સરેરાશ 5 થી 7 ટકાનો વધારો કરતા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું પ્રોફિટ માર્જિન દબાણ હેઠળ આવ્યું છે.વળી યુએસ અને ચીન માં રિટેલ રિકવરી માંગને વેગ આપી રહી છે.સિગ્નેટ જ્વેલર્સ,ચાઈ તાઈ ફૂક,રિચેમોન્ટ ગ્રુપ અને LVMHની માલિકીની બ્રાન્ડ્સએ પાછલા બે વર્ષની તુલનાએ મજબૂત વૃદ્ધિ નોંધાવી છે.આવી ઉત્સાહ જનક સ્થિતિ વચ્ચે ઉલ્લેખનિય બાબત એ છે કે વર્ષ 2021 દરમિયાન રફની કીંમતોમાં સરેરાશ 20 ટકાનો વધારો થયો છે.જ્યારે તેની તુલનાએ પોલિશ્ડ હીરાની કીંમતોમાં માત્ર 11.2 ટકાનો મામુલી વધારો થયો છે.
અહેવાલ મુજબ રફ હીરાની માંગ મજબૂત રહી છે.કિમ્બર્લી પ્રોસેસ ડેટા અનુસાર ગત વર્ષ 2020માં વૈશ્વિક રફ ઉત્પાદન 23 ટકા ઘટીને 107.1 મિલિયન કેરેટ થયું છે.ચાલુ વર્ષમાં પણ રફ ઉત્પાદન આશરે 4 ટકા ઘટાવાનું અનુમાન રાખવા માં આવ્યુ છે.