ડાયમંડ બ્રોકર એસોસિએશન બે દીવસ સ્વૈચ્છિક લોકડાઉન કરશે

2096

DIAMOND TIMES – સુરતમાં સતત વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા શનિવાર અને રવિવારના રોજ એમ બે દીવસ મહીધરપુરા, મીનીબજાર,ચોકસી બજાર, મહિધરપુરા સહીત સુરતના તમામ હીરાબજારમા કામકાજથી અળગા રહી સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશન દ્વારા સર્વાનુમત્તે નિર્ણય લેવામાં આવ્યો છે.

સહુ કોઇ સમજદારી દાખવી સહકાર આપે : નંદલાલભાઈ નાકરાણી – પ્રમુખ ડાયમંડ બ્રોકર એસોસિએશન

આ અંગે સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશનના પ્રમુખ નંદલાલભાઈ નાકરાણીએ જણાવ્યુ કે વર્તમાન સમયની વિકટ સ્થિતિ જોતા કોરોનાની ચેઈન તોડવી ખુબ જ જરૂરી છે.જેના માટે સોસિયલ ડીસ્ટન્સ જાળવવા લોકડાઉન જ એક આખરી ઉપાય છે. બીજી તરફ દલાલભાઈઓ અને હીરા બજારમાં કાર્યરત હીરાના વેપારીઓની રોજીરોટીનો પણ સવાલ છે.જેથી ઉપરોક્ત બંને બાબતોને ધ્યાનમાં રાખીને અત્યંત બેલેન્સ જાળવી શનિ રવિ એમ બે દીવસ માટે અમોએ સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે.

બે દીવસના આ સ્વૈચ્છિક લોકડાઉનના પગલે કોરોના સક્રમણ અટકાવવામાં મદદ મળશે એવો અમને વિશ્વાસ છે.વળી બે દીવસ માટે હીરા બજાર બંધ રાખવાથી દલાલભાઈઓ કે હીરાના વેપારીઓના ધંધા રોજગારને પણ કોઇ અસર નહી થાય.આ સ્વૈચ્છિક લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરી આવતી કાલ શનિવાર અને રવિવારે મીનીબઝાર,ચોકસી બજાર,મહિધરપુરા સહીત તમામ હીરાબજાર બંધ રહેશે.દરેક વ્યક્તિનું સ્વાસ્થય જળવાઈ તેવા આશય સાથે લેવામાં આવેલા સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયનો અમલ કરવામાં દરેક દલાલમિત્રો, હીરાના વેપારીઓ સહીત સહુ કોઇ સમજદારી દાખવી સહકાર આપે એવી ડાયમંડ બ્રોકર એસોસિએશનના પ્રમુખ નંદલાલભાઈ નાકરાણીએ અપીલ કરી છે.