આ કેન્દ્રીય નેતાની પુત્રી ચમકશે બોલિવુડના રૂપેરી પડદે,નામ જાણીને રહી જશો દંગ

106

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલના પુત્રી બોલીવુડમાં રૂપેરી પડદે ચમકશે. રમેશ પોખરિયાલની દીકરી આરુષિ પોખરિયાલ પોતાની આવનારી ફિલ્મમાં તાપસી પન્નુ, ભૂમિ પેડણકર અને કીર્તિ કુલ્હારી સાથે અભિનયના ઓજસ પાથરશે.
આ અંગે આ પરિવારના નજીકના સુત્રોએ આ જાણકારીની પુષ્ટિ કરતા કહ્યું કે જે ફિલ્મમાં આરુષિ જોવા મળશે તે એક વોર ફિલ્મ હશે. ફિલ્મની કહાની ડિફેન્સની છ જાંબાઝ મહિલા અધિકારીઓની દિલેરી પર આધારિત છે.આ ફિલ્મ ટી સિરીઝ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. ફિલ્મ અંગે ટી સિરીઝના અધિકારીઓનું કહેવું છે કે આ ફિલ્મ મહિલાઓ પર કેન્દ્રીત હશે.વોર ફિલ્મોમાં અત્યાર સુધી પુરુષોની વીરતા ઉપર જ ફિલ્મો બનતી રહી છે. મહિલાઓ માટેની બસ એક જ રાઝી ફિલ્મ છે.