મહીલાઓ દ્વારા પુરૂષોને પ્રપોઝ કરી હીરા જડીત રીંગ ભેટ આપવાનો ક્રેઝ

891

DIAMOND TIMES-વિશ્વમાં પરિવર્તનનો ખુબ ઝડપી પવન ફૂંકાય રહ્યો છે.હવે મહીલાઓ દ્વારા પ્રમનો એકરાર કરી પુરૂષોને પ્રપોઝ કરી તેમને હીરા જડીત રીંગ આપવાનો ક્રેઝ વધી રહ્યો છે.જેના કારણે પુરુષોની સગાઈની રિંગ્સની માંગ વર્ષે 69 ટકા વધી છે.

લંડન સ્થિત અગ્રણી બ્રિટિશ ઝવેરી કંપની ટેલર અને હાર્ટે દ્વારા કરાયેલા રિચર્સં પછીના અહેવાલમાં બહાર આવ્યુ છે કે મહીલાઓની સાથે હવે પુરૂષોમાં પણ ઝવેરાત પહેરવાનો ક્રેઝ વધી રહ્યો છે.અમેરીકા અને યુરોપમાં પુરૂષોની સગાઈની રિંગ્સની માંગ દર વર્ષે વર્ષે 69 ટકાના દરે વધી છે. ન્યુયોર્કમાં ટિફની એન્ડ કંપની દ્વારા પુરૂષો માટેની પહેલી સગાઈની રીંગની પ્રસ્તુતિ કરવામાં આવી હતી એ ઘટનાને “એ બોલ્ડ ન્યુ એરા ઓફ લવ” એટલે કે હિંમતભેર પ્રેમના નવા યુગ તરીકે મુલવવામાં આવી રહ્યો છે. ખાસ વાત તો એ છે કે સંશોધનમા બહાર આવ્યું છે કે બ્રિટનમાં પુરૂષોને પ્રપોઝ કરનારી મહિલાઓની સંખ્યા વર્ષ ૨૦૧૦ની સરખામણીએ ત્રણ ગણી વધી ગઈ છે.

બીજી તરફ મહીલાઓની જેમ પુરૂષો પણ જ્વેલરી પાછળ ઘેલા થયા છે.આજના યુવાનોમાં કાન વીંધવાનો ક્રેઝ વધી ગયો છે.પહેલા તેઓ એક કાનમાં રીંગ પહેરતા હતાં. હવે તો બન્ને કાનમાં રીંગ પહેરીને હરખાય રહ્યા છે.હવે પુરુષોના ગળામાં સોનાની ચેન,ચહેરા પર સોનાની ફ્રેમના ચશ્મા,કાનમાં સોનાની બુટ્ટી,એક હાથમાં આર્મલેટ અને બ્રેસલેટ અથવા સોનાના પટ્ટાવાળી ઘડિયાળ,બેલ્ટમાં સોનેરી બક્કલ,સોનેરી કફલીંક્સ અને ટાઇપીન જેવા ઘરેણા પહેરવાનું ચલણ વધ્યું છે.