DIAMOND TIMES- રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ નાણાંકીય વર્ષ 2021-22 માટે GDP ગ્રોથનું અનુમાન 9.5 ટકા, રેપો રેટ4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર યથાવત રાખ્યો છે.લોકડાઉનના કારણે અર્થવ્યવસ્થા પર અસર થતા RBIએ સતત છ ક્વાર્ટરથી RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.સાથે રિઝર્વ બેન્કે ઘરેલુ ઉત્પાદમાં વૃદ્ધિના અનુમાન માં પણ ફેરફાર કર્યો નથી.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નરે કહ્યું કે કોરોના મહામારીમાં પ્રભાવિત થયેલી અર્થવ્યવસ્થામાં સુધાર આવ્યો છે . રસીકરણ ઝડપી બનતા આર્થિક ગતિવિધિઓમાં વધારો થશે.આર્થિક પેકેજ લાંબા ગાળા સુધી ચાલુ રહેશે.રોકાણ અને કન્ઝ્યુમર ડિમાન્ડમાં ફરી તેજી આવી છે.કંપનીઓના ક્વાર્ટરલી પરિણામોને લઈને ખુશી જાહેર કરતા દાસે કહ્યું કે કંપની ઓના સારા પરિણામ જોઈને એ વાતનો ખ્યાલ આવે છે કે તેઓ હેલ્ધી ગ્રોથ જાળવી રાખવામાં સફળ રહ્યા છે.અંતમાં તેમણે ઉમેર્યુ કે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ અને બેન્ક રેટને 4.25 ટકા પર રાખી કેન્દ્રીય બેન્કની મોનિટરી પોલીસી કમિટીએ આ વખતે પોતાનું વલણ ઉદાર રાખ્યું છે.