નિકાસ ક્ષેત્રે સિધ્ધિ મેળવનારા હીરાઉદ્યોગ સાહસિકોને સીએમ કરશે સન્માનિત

813
File Image
File Image

DIAMOND TIMES –ભારત સરકારની નોડલ એજન્સી જીજેઇપીસી હીરા-ઝવેરાતની વિવિધ કેટેગરીમાં નિકાસના ક્ષેત્રમાં ઉમદા દેખાવ કરનાર ઉદ્યોગ સાહસિકો,નિકાસકાર કંપનીઓ,તેમને સપોર્ટ કરનાર બેંકો તેમજ વિવિધ સહભાગી સંસ્થાઓને સન્માનિત કરી બિરદાવવા પ્રતિ વર્ષે મોટા શહેરોમાં એવોર્ડ સમારોહનું આયોજન કરતી હોય છે. આ પરંપરા ને આગળ ધપાવતા જીજેઇપીસીએ આવતીકાલ તારીખ 27 ઓગષ્ટના રોજ સુરત ખાતે એન્યુઅલ એવોર્ડ સમારોહ – 2021 નું આયોજન કર્યુ છે. જેમા મુખ્ય મહેમાન પદ્દે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીવિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહીને ઉદ્યોગ સાહસિકોને સન્માનિત કરશે.

આ એવોર્ડ સમારોહના આયોજનનો ઉદ્દેશ્ય ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહીત કરવાનો હોય છે.સિધ્ધિ અને સફળતાની ઉજવણી કરવાના આ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી,કારોબારના ક્ષેત્રમાં વિશિષ્ટ સિધ્ધિ હાંસિલ કરનાર ઉદ્યોગ સાહસિકો સહીત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે એમ જીજેઇપીસીના સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.