ભારતમાં લોન્ચ થઈ સૌથી સસ્તી મેઈક ઇન ઇન્ડીયા ઈલેક્ટ્રીક કાર, માઈલેજ ખર્ચ જાણી સહુ કોઇ ખરીદવા પ્રેરાશે

97

ડાયમંડ ટાઈમ્સ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પેટ્રોલ-ડીઝલની આયાત ઘટાડીને દેશને ગ્રીન ઉર્જા તરફ લઈ જવા માંગે છે. જેના માટે સરકાર દ્વારા ફટાફટ અનેક અવિરત પગલાઓ ભરવામા આવી રહ્યા છે.આવી સ્થિતિ વચ્ચે અનેક ઓટો કંપનીઓ ઈલેક્ટ્રીક વાહનો માર્કેટમાં ઉતારવા તૈયારીઓ કરી રહી છે.આવી સ્થિતિ વચ્ચે મુંબઈ સ્થિત STROM કંપનીએ R3 ઈલેક્ટ્રીક કાર બજારમાં લોન્ચ કરી છે. કંપનીએ કારની સત્તાવાર કિંમત જાહેર નહી કરતા તેની કિંમત 5 લાખ રૂપિયા અંદાજવામા આવી રહી છે.જે દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર હોય શકે છે.

ક્યુટ દેખાતી ત્રણ વ્હીલવાળી આ R3 ઈલેક્ટ્રીક કારમાં અનેક પ્રકારના આધુનિક ફિચર્સ છે.આ ઈલેક્ટ્રીક કારનું બુકિંગ શરૂ થઈ ચુક્યું છે.લોકો 10,000 રૂપિયા આપી આ કારનું બુકિંગ કરાવી શકે છે.કંપનીએ આ કારનું મોડલ 2018માં રજૂ કર્યું હતું.STROM R3નો લુક સ્પોર્ટી છે અને તેમાં 2 લોકો બેસી શકે તેવી કેબિન આપી છે.આ નાની ઈલેક્ટ્રીક કારની લંબાઈ 2907 મીમી, પહોળાઈ 1405 મીમી અને ઉંચાઈ 1572 મીમી છે.કારનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 185 મીમી છે અને તેનુ વજન 550 કિલોગ્રામ છે.કારમાં 12 પ્રકારની એડજસ્ટીબલ ડ્રાઈવર સીટ અને ત્રણ પોઈન્ટવાળી સીટ બેલ્ટ છે.આ કાર સાઈઝમાં નાની હોવા છતાં તેમાં વિશાળ સનરૂફ આપવામાં આવ્યું છે.સાથે જ ક્લાઈમેટ કંટ્રોલ AC ની સુવિધા પણ છે.આગળના વ્હીલ્સ માટે ડિસ્ક બ્રેક અને મનોરંજન માટે 7 ઈંચની ટચસ્ક્રિન અને ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે.કારમાં 20GB સુધી સોંગ્સ પણ સ્ટોર કરી શકાય છે. STROM MOTORS કંપનીનો દાવો છે કે આ કારને સંપૂર્ણ ચાર્જ થયા બાદ 200 કિલોમીટર ચાલે છે.કારની બેટરી પર 1 લાખ કિલોમીટર અથવા 3 વર્ષની વોરંટી મળે છે.કારને ચાર્જ થવામાં 3 કલાક લાગે છે.કાર 40 પૈસા પ્રતિ કિલોમીટરની માઈલેજ આપે છે.કારની ટોપ સ્પીડ 80 કિલોમીટર પ્રતિ કલાકની છે.