ચેમ્બરે વરાછાની સુરત ડાયમંડ હોસ્પિટલને બે બાયપેપ મશીન અર્પણ કર્યા

575

DIAMOND TIMES – ચેમ્બરે વરાછાની સુરત ડાયમંડ હોસ્પિટલને બે બાયપેપ મશીન અર્પણ કર્યા

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વરાછા રોડની ડાયમંડ હોસ્પિટલને બે બાયપેપ મશીન અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયા, પ્રેસિડેન્ટ ઇલેકટ આશિષ ગુજરાતી, માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસી તથા ગૃપ ચેરમેનો હિમાંશુ બોડાવાલા, કમલેશ ગજેરા અને જયંતિ સાવલિયા તેમજ હોસ્પિટલના ચેરમેન સી.પી. વાનાણી, ટ્રસ્ટી માવજીભાઇ માવાણી અને મેડીકલ ઓફિસર હરેશ પાઘડા ઉપસ્થિત રહયા હતા.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાજ્યની તમામ ચેમ્બર ઓફ કોમર્સને દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતા મહત્વના બાયપેપ મશીન અર્પણ કરવામાં આવી રહયા છે. જીસીસીઆઇએ એસજીસીસીઆઇને બે બાયપેપ મશીન આપ્યા હતા, જે વરાછાની સુરત ડાયમંડ હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં હજી પણ બાયપેપ મશીન જીસીસીઆઇ તરફથી આપવામાં આવશે, જે પણ અન્ય હોસ્પિટલોમાં ચેમ્બર દ્વારા અર્પણ કરવામાં આવશે. આ તકે તેમણે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નટુભાઇ પટેલનો આભાર વ્યકત કર્યો હતો.