ડી બિયર્સ સાથે કરાર આગળ વધશે તેવો બોત્સવાના સરકારનો આશાવાદ

288

DIAMOND TIMES : બોત્સવાના સરકાર અને ડી બિયર્સ વચ્ચે ભાગીદારીને લઇને વિવાદ હજી શમ્યો નથી. એક સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર બોત્સ્વાના સરકાર હજુ પણ ડી બિયર્સ સાથે ભાગીદારીમાં રસ ધરાવે છે અને માને છે કે નવા હીરા વેચાણ કરાર માટે ચાલી રહેલી વાટાઘાટો સફળ થશે. ઉલ્લેખનીય છે કે, બોત્સ્વાના એંગ્લો અમેરિકનની 85 ટકા માલિકીની ડી બિયર્સ સાથે નવા વેચાણ કરારની વાટાઘાટો કરવાની પ્રક્રિયામાં છે, જે આ વર્ષના અંતમાં સમાપ્ત થવાની છે. જો બોત્સ્વાના તેમના હીરાના ખાણકામના સંયુક્ત સાહસ દ્વારા ઉત્પાદિત રફ હીરાનો મોટો હિસ્સો ન મેળવે તો મંત્રણામાંથી ખસી જવાની પ્રમુખ મોકગ્વેત્સી માસીસીની ચેતવણી બાદ એવી અટકળો હતી બોત્સવાના સરકાર આ ભાગીદારી તોડી શકે છે.

જો કે, સરકારના પ્રવક્તા વિલિયમ સેન્ટશેબેંગને રોઇટર્સ દ્વારા એક નિવેદનમાં ટાંકવામાં આવ્યું હતું કે સરકાર અને ડી બિયર્સ વચ્ચે વાટાઘાટો ચાલુ છે, અને અમને વિશ્વાસ છે કે તેઓ એક ડીલમાં પરિણમશે જેનાથી બંને પક્ષોને ફાયદો થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ડી બિયર્સના હીરા ખાણના અધિકારોને નવીનીકરણ કરવા માટે ચર્ચાઓ પણ ચાલી રહી છે જે 2029 માં સમાપ્ત થવાના છે. મહત્વપૂર્ણ રોકાણના નિર્ણયોને મંજૂરી આપવા માટે ખૂબ અગાઉથી રાખવામાં આવી રહી છે.

ડી બિયર્સ અને બોત્સ્વાના ઉત્પાદન વધારવા માટે તેમની બે મોટી ખાણો, જ્વનેંગ અને ઓરાપા ખાતે કેપિટલ ઇન્ટેન્સિવ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા માગે છે. ડેબસ્વાના ઉત્પાદનમાં બોત્સ્વાનાનો હિસ્સો 2011માં 10 ટકાથી વધીને 2020માં 25 ટકા થયો છે. જો કે બોત્સ્વાનાએ સાર્વજનિક રીતે સૂચવ્યું નથી કે તે કેટલો નવો કરાર ઇચ્છે છે. જો કે એવું માનવામાં આવે છે કે બોત્સવાના સરકાર ડી બિયર્સ સાથેના કરારમાં 50 ટકાની ભાગીદારી ઇચ્છે છે.