DIAMOND TIMES – ઓસ્ટ્રેલિયા તેની આર્ગાઈલ ખાણ માટે વિશ્વ વિખ્યાત છે.આ ખાણ દુર્લભ ગણાતા ગુલાબી રંગના હીરાની જનની કહેવાય છે.વિશ્વના કુલ ગુલાબી હીરા પૈકી 90 ટકા હીરા આર્ગાઈલ ખાણના હોય છે.હવે આર્ગાઇલ ખાણ વસુકી જવાની અણી પર હોવાથી તેમાથી રફ હીરાનું ઉત્પાદન લગભગ બંધ કરી દેવામા આવ્યુ છે.પરંતુ આ ખાણમાથી ઉત્પાદીત થતા ગુલાબી રંગના દુર્લભ હીરાના સંભારણા માટે ઓસ્ટ્રેલિયાની ટંકશાળે ગુલાબી હીરા જડીત ખાસ સોનાના સિક્કા બહાર પાડ્યા છે.
ઓસ્ટ્રેલિયા સ્થિત સરકારી માલિકીની પર્થ ટંકશાળ દ્વારા ખાસ બહાર પાડવામા આવેલા 99.99 કેરેટ શુધ્ધ સોનાનાં સિક્કામાં એક તરફ ઘોડાની છાપ અને બીજી તરફ રાણી એલિઝાબેથની છબી ઉપસાવવામાં આવી છે. સિક્કામાં જે તરફ ઘોડાની છાપ અંકિત કરવામાં આવી છે તેની અંદર આર્ગાઈલ ખાણમાથી ખોદી કાઢવામાં આવેલા 2.76 કેરેટ વજનના ગુલાબી અને જાંબુડિયા-ગુલાબી રંગના હીરા જડવામાં આવ્યા છે.આ ગુલાબી હીરાની કિંમત 194,833 અમેરીકી ડોલર અંદાજવામાં આવી છે.જ્યારે એકલા સોનાના સિક્કાની ફેસ વેલ્યુ 2000 અમેરીકી ડોલર છે.
ઇતિહાસનો સૌથી કિંમતી સિક્કો ધ જેવેલડ ફોનિક્સ
ઓસ્ટ્રેલિયા સ્થિત સરકારી માલિકીની પર્થ ટંકશાળએ વર્ષ 2018માં ઇતિહાસનો સૌથી કિંમતી સિક્કો ધ જેવેલડ ફોનિક્સ બહાર પાડ્યો હતો. ચાર કિલો શુધ્ધ સોનાથી બનેલા ધ જેવેલડ ફોનિક્સ સિક્કામાં આર્ગાઈલ ખાણમાથી ખોદી કાઢવામાં આવેલા ચાર દુર્લભ ગુલાબી અને જાંબુડિયા-ગુલાબી રંગના હીરાને જડવામાં આવ્યા હતા. જેમા 2.48 મિલિયન અમેરીકી ડોલર મુલ્ય ધરાવતો અને 1.02 કેરેટ વજનનો સહુથી મોટા હીરાનો સામાવેશ થાય છે.
આ ઉપરાંત વર્ષ -2020 માં ધ જેવેલ ટાઇગર અને વર્ષ – 2019 માં ધ જેવેલ ડ્રેગન નામથી સિક્કાનું કલેકશન બહાર પાડવામાં આવ્યુ હતુ.દુર્લભ ગણાતા એ તમામ સિક્કાઓનું ક્લેકશન ચપોચપ વેંચાઈ ગયુ હતુ. આ કલેકશન વિશ્વના જ્વેલરીના શોખિન શ્રીમંતોની ખજાનાની શોભા વધારી રહ્યાં છે.