પાયાના 8 સેક્ટર્સમાં ઓક્ટોબર દરમિયાન 7.5 ટકા વૃદ્ધિ નોંધાઇ

69
  • કોલ, કુદરતી ગેસ, રિફાઇનરી અને સિમેન્ટના ફેક્ટરી ઉત્પાદનમાં વૃદ્ધિ

એપ્રિલ- ઓક્ટોબર દરમિયાન પણ તેમાં આગલાં વર્ષના તેટલાં જ ગાળાના 12.6 ટકા સામે 15.1 ટકાની પ્રોત્સાહક વૃદ્ધિ નોંધાઇ હોવાનું સરકારી આંકડાઓ દર્શાવે છે. ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઇઆઇપી)માં સમાવિષ્ઠ આ આઠ પાયાના સેક્ટર્સનું યોગદાન 40.27% જેટલું રહ્યું છે. જુલાઇ માટેનો IIP રેટ પ્રોવિઝનલ 9.4%થી સુધારી 9.9 ટકા જાહેર કરાયો છે.

તહેવારોની માગમાં પ્રોત્સાહક વૃદ્ધિ રહી
ઇકરાના જણાવ્યા અનુસાર મોટાભાગના પાયાના સેક્ટર્સમાં વૃદ્ધિ માટે તહેવારોની માગમાં વૃદ્ધિ જવાબદાર રહી હતી. વાર્ષિક ધોરણે સિમેન્ટ, કોલ, નેચરલ ગેસ અને પેટ્રોલિયમ રિફાઇનરી પ્રોડક્ટ્સમાં ડબલ ડિજિટ વૃદ્ધિ નોંધાઇ હતી. જ્યારે ક્રૂડ, ઇલેક્ટ્રિસિટી અને ખાતરની માગમાં ઘટાડાની સ્થિતિ રહી હતી.