દેશમાં 5G સર્વિસ ટ્રાયલનો આગામી બે સપ્તાહમાં થશે પ્રારંભ, જાણો કેટલી કંપનીઓને મળશે મંજુરી ?

164

ડાયમંડ ટાઈમ્સ
દેશમાં ખૂબ જ ટૂંક સમયમાં 5G સેવાની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે.આ માટે કેન્દ્ર સરકારે તેને લઈને તમામ તૈયારીઓ પુર્ણ કરી દીધી છે.5G સેવા એક આધુનિક મોબાઇલ ટેકનોલોજી છે.જેના માધ્યમથી મોબાઈલ હેન્ડસેટમાં ઇન્ટરનેટનો ઉપયોગ વધુ ફાસ્ટ થશે. પ્રાપ્ત માહિતી અનુસાર તમે ફકત થોડી સેકન્ડમાં જ ત્રણ કલાકની મૂવી ડાઉનલોડ કરી શકો છો.ટેક સાઇટના અહેવાલ મુજબ કેન્દ્ર સરકાર આવતા બે અઠવાડિયામાં જ 5G ટ્રાયલને મંજૂરી આપી શકે છે.સરકાર તેને સંબંધિત ફાઇલ અંગે ચર્ચા કરી રહી છે.

એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, દેશમાં 5G ટેકનોલોજી અને સેવાઓની ટ્રાયલ માટે કુલ 16 અરજીઓ મળી છે.ટેલિકોમ કંપનીઓ ટૂંક સમયમાં દેશના જુદા જુદા ક્ષેત્રોમાં ફિલ્ડ ટ્રાયલ કરશે.એરટેલે થોડા દિવસો પહેલા 5G ટ્રાયલ કરી હતી.માહિતી અનુસાર તેના પરિણામો ખૂબ શાનદાર રહ્યા હતા.5G સર્વિસ ટ્રાયલ માટે એરટેલ,વીઆઈ,જિયો અને બીએસએનએલએ અરજી કરી છે.આશા છે કે પ્રથમ તબક્કામાં આ ચારેય કંપનીઓને ટ્રાયલ મંજૂરી મળી શકે છે.