IIJS પ્રીમિયરની 38મી આવૃત્તિનો મુંબઈમાં ડ્રીમગર્લ હેમામાલીનીના હસ્તે ધમાકેદાર શુભારંભ

DIMAOND TIMES : જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા આયોજીત એશિયાના સહુથી મોટા જેમ એન્ડ જ્વેલરી પ્રદર્શન IIJS પ્રીમિયર-2022નો મુંબઈમાં લોકસભાના સાંસદ હેમામાલીનીના હસ્તે ધમાકેદાર શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહ,વાઇસ ચેરમેન વિપુલ શાહ, જીજેઇપીસી કન્વીનર શૈલેષ સાંગાણી સહીતના હોદ્દેદારો અને હીરા-ઝવેરાત ક્ષેત્રના દીગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા.

એશિયાના સૌથી મોટા B2B રત્ન-ઝવેરાત પ્રદર્શન IIJS ની હીરા-ઝવેરાત ઉદ્યોગના સ્થાનિક અને વિદેશી ખરીદદારો ઉત્સાહભેર મુલાકાત લેતા હોય છે.IIJS ભારતીય જ્વેલરી ઉત્પાદકો રિટેલરો સાથે કામ કરવા માટેનું એક મુખ્ય અને મજબુત પ્લેટ ફોર્મ છે.જેમા વૈશ્વિક માંગ અંગેના વલણો, ઉત્પાદન અને ડિઝાઇનની સમજ મળે છે.વૈશ્વિક સ્તરે થઈ રહેલા ટોચના 5 રત્ન અને ઝવેરાત શો માં સમાવિષ્ટ IIJS ભારતના ઝવેરાત ઉત્પાદકો-પ્રદર્શકો સાથે વૈશ્વિક કારોબારી ઓને એક મંચ પર લાવી પરસ્પર જોડે છે.

પોડિયમ પર બિરાદરો અને મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યા પછી GJEPCના ચેરમેન કોલિન શાહે ઉદ્યોગની સુધારણા તરફ કાઉન્સિલની પહેલ વિશે વાત કરી હતી.તેમણે કહ્યું કે કાઉન્સિલ માત્ર ઉદ્યોગની સુધારણા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પુરવઠો પૂરો પાડવા માટે ફાળો આપે છે.એટલું જ નહીં પરંતુ ઉદ્યોગ ના ઉદ્દેશ્યને પ્રોત્સાહન આપવા વિદેશી વેપાર કરારો જેવા આંતરરાષ્ટ્રીય એક્સપોઝર તરફ રચનાત્મક પગલાં પણ લે છે.

આ તમામ પ્રયાસો બ્રાન્ડ ઈન્ડિયાને શક્તિશાળી બનાવવાની દિશામાં છે.આઈઆઈજેએસ પ્રીમિયર દરેક પસાર થતાં વર્ષ સાથે ઉચ્ચ બેન્ચમાર્ક સેટ કરવાનું ચાલુ રાખે છે. આ શોમાં ભારતના 800થી વઘુ શહેરો અને 80 થી વઘુ દેશોનો 1200 આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ હજારથી વઘુ પૂર્વ નોંઘાયેલ વેપાર મુલાકતીઓ છે. પ્રદર્શકો અને મુલાકાતઓની સંખ્યાના સંદર્ભમાં આઈઆઈજેએસને વિશ્વના સૌથી મોટા શોમાંના એક તરીખે ઓળખવામાં આવે છે.

જેમાં 1790 થી વઘુ પ્રદર્શકો તેમના ઉત્કૃષ્ટ રત્નો અને આભૂષણોનું પ્રદર્શન કરે છે, અને પ્રદર્શન વિસ્તારના 65 હજારથી વઘુ ચોરસ મીટરમાં ફેલાયેલો છે. આ શો 4 થી 8 ઓગસ્ટ દરમિયાન બોમ્બે એક્ઝિબિશન સેન્ટર મુંબઇમાં યોજાયો છે.

અનવના હીરા જડીત આભુષણોના ડીઝાઈનના ચળકાટથી અંજાઈ ગયા ડ્રીમગર્લ

હેમા માલિનીએ સંસ્કૃતમાં ધનની દેવી લક્ષ્મીની પ્રાર્થના સાથે પોતાનું સંબોધન શરૂ કર્યું હતુ.જેમ એન્ડ જ્વેલરી પ્રદર્શન IIJS પ્રીમિયરના ઉદ્દ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત ઉદ્યોગ સાહસિકોને સંબોધતા હેમામાલીનીએ કહ્યું કે દેવી લક્ષ્મી ઝવેરાતને શણગારે છે અને તે સંપત્તિનું મૂર્ત સ્વરૂપ છે.હું આ જ્વેલરી શો ને શરૂ કરીને ખૂબ જ ખુશ અને સન્માનિત અનુભવું છું.રત્નો અને ઝવેરાતની વિવિધતા જોઈને હું આશ્ચર્યચકિત છું.મને લાગે છે કે આ શોની પ્રશંસા કરવા માટે 5 દિવસ પણ પૂરતા નથી.ત્યારબાદ હેમા માલિનીએ રાષ્ટ્રીય જીડીપી અને અર્થતંત્રમાં યોગદાન માટે હીરા ઉદ્યોગના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

શોના કન્વીનર શૈલેષ સાંગાણીએ જણાવ્યું હતું કે કોરોના મહામારી પછી આયોજીત IIJS માં રેકોર્ડ સંખ્યામાં 1792 કંપનીઓએ ભાગ લીધો છે અને તે એશિયાનો સૌથી મોટો શો બનશે.અમારી પાસે આ વર્ષે 2900થી વધુ બૂથ છે અને લગભગ 37 હજાર મુલાકાતીઓ આ શો માટે નોંધાયેલા છે.જે અહીં NESCO ખાતે લગભગ 7 લાખ ચોરસ ફૂટ જગ્યાને આવરી લે છે.કોવિડ પછી અમે IIJSનો સમગ્ર દેખાવ અને બ્રાન્ડ ઇમેજ બદલી નાખી છે.