દુર્લભ ઓરેંજ મેલો મોતી વિશે એવી માન્યતા છે કે આ કિંમતી અને અતિ દુલર્ભ મોતી જે ખરીદે તેનો માલિક ન્યાલ થઇ જાય છે.
DIAMOND TIMES – થાઇલેન્ડની કોડચાકોર્ન નામની ગરીબ મહિલાએ પેટની આગ બુઝાવવા ૧૬૩ રૂપિયાની કિંમતનું સી ફૂડનું પેકેટ ખરીદયું હતું.જેને ખોલતા અંદરથી દુર્લભ ઓરેંજ મેલો મોતી મળી આવ્યું છે.ભાગ્ય અને કિસ્મતનો ખેલ નિરાળો હોય છે.જે લોકો ભાગ્યમાં માનતા નથી એમને પણ માનવું પડે તેવો એક કિસ્સો થાઈલેન્ડમાં બન્યો છે.થાઇલેન્ડની એક ગરીબ મહિલાને ૧૬૩ રૂપિયાની ભોજનની એક ડીસમાંથી ૨ કરોડ રૂપિયાનું ઓરેંજ મેલો મોતી મળ્યું છે. આ મોતી મળવાની સાથે જ તેનું કિસ્મત બદલાઇ ગયું છે.
ભગવાન આપે ત્યારે છપ્પર ફાડીને આપે છે એ વાતને સાર્થક કરતી ઘટના પર નજર કરીએ તો કોડચાકોર્ન નામની મહિલાએ ૧૬૩ રુપિયાની કિંમતનું પેકિંગ સી ફૂડ ખરીદયું હતું.ઘર જઇને કાપ્યું ત્યારે તેને પથ્થર જેવી વસ્તુ લાગી હતી.તેને ધ્યાનથી જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે સી સ્નેઇલની અંદરથી જે વસ્તુ નિકળી તે પથ્થર નહી પરંતુ ઓરેંજ મેલો મોતી છે.આ મહિલા સી ફૂડ અને મરીન કલ્ચર વિશે જાણતી હતી.ઓરેંજ મેલો અંગેની વાત તેને કોઇને પણ જણાવી નહી.આ કિંમતી પર્લ વિશે જાણ થશે તો રેસ્ટોરન્ટવાળા પાછું માગશે એવો ડર હતો.આ ઘટના ૩૦ જાન્યુઆરી આસપાસની છે.
કોડચાકોર્નની માતાને કેન્સરની બીમારી હોવાનું બહાર આવ્યું છે.તેણીના પિતા પણ બિમાર રહે છે.જેથી મા- બાપની સારવાર માટે કોડચાકોર્નએ મોતી વેચવાનો નિર્ણય લીધો છે.એક બિઝનેસમેને આ મોતીના ૨૧ લાખ રુપિયા આપવાની વાત કરી પરંતુ આટલી કિંમતમાં વેચવાનો ઇન્કાર કરી દીધો.માધ્યમો દ્વારા જેમ જેમ વાત ફેલાતી ગઇ તેમ મોતીની ઓફર કિંમત વધવા લાગી હતી.છેવટે ચીનના એક બિઝનેસમેને ૧૦ મિલિયન થાઇ બાટ એટલે કે ભારતની કરન્સી મુજબ ૨ કરોડની ઓફર કરી છે.પરંતુ હજુ પણ વધુ કિંમત મેળવવાની આશાએ મહિલાએ મોતી વેચ્યું નથી.