માર્કેટ રિપોર્ટ :સેકન્ડ્રી માર્કેટમાં રફ હીરાની પસંદગીની ક્વોલિટી પર દશ ટકા પ્રિમિયમ !!

728

વર્ષ દરમિયાન રફની કિંમતોમાં 20 ટકાનો જ્યારે તૈયાર હીરામાં માત્ર 11 ટકાનો વધારો,અનેક ભારતિય કંપનીઓ નાણાકીય મુશ્કેલીમાં હોવાના પણ અહેવાલ

DIAMOND TIMES – સેકન્ડ્રી બજારમાં રફ હીરાની કેટલીક પસંદગીની ક્વોલિટી પર દશ ટકા પ્રિમિયમ બોલાઈ રહ્યા છે.જો કે ડીબિયર્સ,અલરોઝા સહીતની દિગ્ગજ રફ ઉત્પાદક કંપનીઓ દ્વારા રફ હીરાના ભાવમાં 5 ટકાનો વધારો કરાયો હોવાના અહેવાલ છે.આ ગતિવિધીની વચ્ચે ચિંતાજનક બાબત તો એ છે કે રફ હીરાના ભાવ વધારાની તુલનાએ તૈયાર હીરા ની કીંમતોમા વધારો થવાની કોઇ જ ખાત્રી નથી.ચાલુ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં રફ હીરાની કિંમતોમાં આશરે 20 ટકાનો વધારો થયો છે.જેની સરખામણીએ તૈયાર હીરાની કીંમત માત્ર 11 ટકા વધી છે.

બીજી તરફ પોલિશ્ડ હીરાનું ટ્રેડિંગ સ્થિર છે તેમજ યુએસ અને ચીનના બજારો તરફથી હીરાની માંગને ટેકો મળી રહ્યો છે.1 કેરેટથી ઓછી વજનના તૈયાર હીરાનો પુરવઠાની સ્થિતિ માંગ મુજબ સંતુલિત બનતા આસાનાથી ઉપલબ્ધ છે . પરંતુ પસંદગીની ક્વોલિટીના તૈયાર હીરાની અછત છે.

ફેન્સી માર્કેટ : ફેન્સી માર્કેટ ખુબ જ સકારાત્મક છે.માલની અછત વચ્ચે સતત વધતી જતી ફેન્સી હીરાની માંગના પગલે તમામ કેટેગરીમાં મોટાભાગનાં ફેન્સી હીરાની કેટેગરીમાં કિંમતો મજબૂત છે. અમેરીકામાં ફેન્સી હીરા જડીત સગાઈની રીંગ ના વેંચાણમાં સતત વધારાના પગલે ઓવલ કટ, પિયર્સ કટ, એમરાલ્ડ કટ, પ્રિન્સેસ કટ, લોંગ રેડિઅન્ટ્સ અને માર્ક્વિઝિસના ઓર્ડરમાં પણ વધારો થયો છે.એક્સેલન્ટ કટના પસંદગીની કેટેગરીના ફેન્સી હીરાના ભાવમાં પ્રીમિયમ બોલાઈ રહ્યા છે.અમેરીકાની સાથે ચીનના બજારની માંગથી બજાર વધુ મજબુત છે.

અમેરીકાના બજારો : પોલિશ્ડ હીરાના પુરવઠાની તંગી સરભર કરવા કારોબારીઓ તૈયાર હીરાની ખરીદી કરી રહ્યા હોવાથી જુલાઈના 4 સપ્તાહના પરંપરાગત ઉનાળૂ વેકેશન છતા પણ ટ્રેડીંગ ગતિશીલ છે. રફ હીરા અને ઝવેરાતની માંગ સ્થિર રહેતાં વેપારીઓ ભારે ઉત્સાહિત છે.જો કે કેટલીક નાની કંપનીઓ બજારની સ્પર્ધાનો સામનો કરવામાં અને ઓર્ડર પુર્ણ કરવામાં મુશ્કેલી અનુભવી રહી છે.રાઉન્ડ કટમાં એક થી બે કેરેટ વજનના G-J VS કેટેગરીના હીરામાં માંગ છે.2 થી 3 કેરેટ વજનના ઓવલ અને એમરાલ્ડ કટનું બજાર ગરમ છે.ગત વર્ષે કોરોના મહામારીના કારણે રદ્દ થયેલા શુભ પ્રસંગના આયોજનના કારણે ગિફ્ટમાં ઉછાળાથી છૂટક ઝવેરીઓ ઉત્સાહિત છે.ઉલ્લેખનિય છે કે કારોબારીઓ ઉચ્ચ ગુણવત્તા ધરાવતા હીરાની પસંદગી કરી રહ્યા હોવાથી હલકી ગુણવત્તા ધરાવતા હીરાનું ડિસ્કાઉન્ટમાં વેંચાણ થઈ રહ્યુ છે.

બેલ્જિયમના બજારો : અમેરીકા અને ચીનના બજારો તરફથી તૈયાર હીરાની માંગમા સતત વૃદ્ધિના પગલે હીરાની મોટાભાગની કેટેગરીમાં સ્થિર માંગ અને સકારાત્મક વલણ છે.1 થી 2 કેરેટ વજનના,ડી-એચ, વીએસ-એસઆઈ 2 કેટેગરીના તૈયાર હીરાની માંગ સ્થિર છે.જ્યારે 3 કેરેટ વજનના હીરાની માંગ જરા ધીમી છે.ફેન્સી હીરાની ડીમાન્ડ તેજ હોવાથી તેના કારોબારમાં વધારો થયો છે.યુરોપિયન ઝવેરીઓની સતત માંગથી બજારનુ વલણ સકારાત્મક છે.

ઇઝરાયેલના બજારો : અમેરીકાના બજારોની માંગના પગલે વિદેશના ઓર્ડર પુર્ણ કરવા વેપારીઓ યોગ્ય માલ શોધી રહ્યા છે.પરંતુ અમેરીકામા વેકેશનના પગલે તૈયાર હીરાનું ટ્રેડીંગ ધીમુ છે.રફ હીરાની કીંમતોમાં ઉછાળા વચ્ચે પણ તેની સોલિડ માંગ છે.ખાસ કરીને H-I કલર્સની કેટેગરીના ફેન્સી હીરાની કીંમતો સ્થિર છે.જ્યારે ઓવલ કટ અને પિયર્સ કટ ફેન્સી હીરાના ભાવમાં ઉછાળો આવ્યો છે તો પ્રિન્સેસ કટ હીરાની કીંમતો કમબેક થઈ છે.ઇઝરાયેલની તૈયાર હીરાની નિકાસ 69 ટકા વધીને 1.71 અબજ ડોલર જ્યારે રફ આયાત 165 વધીને 1 અબજ ડોલર થઈ છે.

ભારતના બજારો : યુએસ અને ચીનની માંગ મજબૂત હોવાના કારણે સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે.રાઉન્ડ અને ફેન્સીમાં 1.50 કેરેટની સાઈઝના હીરામાં ટ્રેડીંગની ગતિવિધી તેજ છે તો I1 નીચેની કેટેગરી ખરીદદારોની પ્રથમ પસંદગી છે . ઓવલ અને પિયર્સ કટના ફેન્સી હીરાની જબરી માંગ છે.આવી સ્થિતિ વચ્ચે રફ હીરાની કીંમતોમાં સતત વધારો ચિંતાનો વિષય છે.તો સાથોસાથ તૈયાર હીરાની કીંમતોનો પણ પરપોટો ફૂટવાની દહેશત છે.અનેક ભારતિય કંપનીઓ નાણાકીય મુશ્કેલીમાં હોવાના પણ અહેવાલ છે.

હોંગકોંગના બજારો : કોરોના મહામારી પર કાબુ આવી જતા અગાઉની સરખામણીએ સ્થિતિ વધુ સારી થઈ રહી છે.વર્તમાન સમયે કેટલાક કારોબારીઓએ સોનાની માંગને ધ્યાનમાં રાખી હીરાના બદલે સોનાના વેપાર પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.1 થી 1.50 કેરેટના D-M,SI કેટેગરીના તેમજ J-M કલરના નીચલી કેટેગરીના હીરાની પણ સોલિડ માંગ છે.જ્યારે 3 કેરેટથી મોટી સાઈઝના હીરામાં ખરીદદારો ઓચી રૂચી દાખવી રહ્યા છે.કોરોનાના કારણે લાગેલા પ્રતિબંધ પછી આ મહીનાના અંતમા ચીન સાથે કારોબાર ફરીથી શરૂ થવાની આશા છે.