હીરાની પરખ કરવામાં ભલે નિપુણ હોય,પરંતુ ટેકનોલોજીના વપરાશમાં પુઅર હોય તેવી મેન્યુફેકચરીંગ કંપનીઓએ સ્માર્ટ થિંકિંગ દ્વારા પરિવર્તનની લહેરને પારખવાની જરૂર છે.કારણ કે હીરાની ગુણવત્તામાં સુધારો કરવા આધુનિક ટેકનોલોજી જ એક માત્ર આખરી ઉપાય અને મજબુત વિકલ્પ છે.
DIAMOND TIMES – હીરા અને ઝવેરાતના વૈશ્વિક કારોબારમાં સંભવિત તકો અને પડકારો અંગે ઉદ્યોગને માહીતગાર કરવા જેઇપીસી દ્વારા એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમા ઉદ્યોગ નિષ્ણાંત માર્ટિન રેપાપોર્ટ, જીજેઇપીસીના અધ્યક્ષ કોલિન શાહ તેમજ જીજેઇપીસી ડાયમંડ પેનલના કન્વીનર સંજય શાહે ભાગ લીધો હતો.
આ વેબિનારને સંબોધતા માર્ટિન રેપાપોર્ટએ કહ્યુ કે અમેરીકાના રાહત પેકેજના કારણે આગામી સમયમાં પણ હીરાની મજબુત માંગ જળવાઈ રહેવાની સંભાવના છે.તેમણે હીરાના કારોબારીઓને પરિવર્તન માટે સજ્જ થવાની સલાહ આપતા કહ્યુ કે ડિજિટલ ક્રાંતિ આગામી ભવિષ્યનું સૌથી મોટુ પરિવર્તનકારી પગલુ હશે.
ભવિષ્યની સંભાવનાઓના આધારે નહી,પરંતુ વર્તમાન માંગના આધારે જ જરૂરીયાત મુજબ રફની ખરીદી કરવી જોઇએ…
પ્રોડક્ટ,પિપલ અને પૈસા નામના ત્રણ મુખ્ય આધાર સ્તંભો જ હીરા અને ઝવેરાતના કારોબારમાં નિર્ણાયક રોલ ભજવશે. હીરાના મેન્યુફેકચરીંગમાં માત્ર આધુનિક ટેકનોલોજી જ હીરાની ગુણવત્તામાં સુધારો કરવા સક્ષમ છે.માર્ટીને ડીઝીટલ માર્કેટીંગની મહત્તા સમજાવતા કહ્યુ કે કોઇ મેન્યુફેક્ચરીંગ કંપની ભલે ગુણવત્તા યુક્ત ઉત્પાદન લઈ શકવા સક્ષમ હોય,પરંતુ તેનાથી તે વધુ નફો કમાશે તેમ કહેવું યોગ્ય નથી.પરંતુ નફો કમાવા ગુણવત્તા યુક્ત ઉત્પાદનની સાથે મજબુત ડિજિટલ માર્કેટિંગની ખુબ જ આવશ્યકતા છે.ઉપરાંત માંગ અને પુરવઠો, ડી-ગ્લોબલાઈઝેશન અને સતત બદલાતા ટ્રેન્ડથી સતત અપડેટ રહી દરેક ઉદ્યોગકારોએ સભાનતા સાથે ભવિષ્યના આયોજન અંગે વિચારવાની જરૂર છે.
ભવિષ્યની ડીમાન્ડ અંગે આગાહી કરતા માર્ટિન રેપાપોર્ટએ કહ્યુ કે બોટ્સવાનાની ખાણમાથી ઉત્પાદીત ગુણવત્તા યુક્ત રફમાથી તૈયાર કરેલા 2 કેરેટથી વધુ વજનના અને ઉચ્ચ મૂલ્યવાળા પોલિશડ હીરાની ખુબ માંગ રહેશે.આગામી ઓગષ્ટ-સપ્ટેમ્બરની રજાની મોસમ તૈયાર હીરાના માલનો સ્ટોક કરવાનો ઉત્તમ સમય છે. ભારતમાં કોવિડ મહામારીના પગલે નાતાલના તહેવારની હીરાની માંગમા અમુક ક્વોલિટીના ગુણવત્તા યુક્ત પોલિશ્ડ હીરાની અછત ઉભી થવાની સંભાવનાઓ છે.ચાઇનામાં મુખ્યત્વે 1 કેરેટથી ઓછા વજનના હીરાની માંગ છે.રફના બજાર અંગે તેમણે કહ્યુ કે ભાવિ સંભાવનાઓના આધારે નહી,પરંતુ વર્તમાન સમયની માંગના આધારે જ મેન્યુફેકચરીંગ કંપનીઓએ જરૂરીયાત મુજબ રફની ખરીદી કરવી જોઇએ.
લેબગ્રોન ડાયમંડ(એલજીડી) સેગમેન્ટ હીરાના આભૂષણના સૌથી ફાયદાકારક ક્ષેત્રમાંનો એક છે.સ્વરોવ્સ્કી દ્વારા કરવામાં આવેલ ક્યુબિક ઝિર્કોનીઆનું માર્કેટિંગ,ડિઝાઇનિંગ અને બ્રાન્ડીંગ સિન્થેટીક્સ હીરાના બજારનો આગળનો નવો રસ્તો ખોલવામાં સહાયક નિવડશે.નવી જનરેશન પર્યાવરણ અને સામાજિક સમસ્યાઓ વિશે ચિંતિત હોવાથી તેઓ હીરાના સ્ત્રોતને જાણવાનો આગ્રહ રાખે છે.