ચીનમાં લોકડાઉન અને રશિયા પરના પ્રતિબંધોને લીધે ટેક કંપની સેરીનની આવકમાં 13 ટકાનો ઘટાડો

DIAMOND TIMES : યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ અને રશિયા પરના પ્રતિબંધોને લીધે વિશ્વભરના દેશોમાં હીરા ઉદ્યોગને માઠી અસર પહોંચી છે. ડાયમંડ ટેક કંપની સેરીનની પ્રથમ હાફની કમાણીમાં 13 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ડાયમંડ ટેક કંપનીએ જણાવ્યું હતું કે ગ્રૂપની આવક 2022ના પહેલા હાફમાં 36.0 મિલિયન ડોલરથી ઘટીને 31.2 મિલિયન ડોલર થઇ છે.

વિશ્વભરના ભૌગોલિક રાજકીય વિકાસ, મુખ્યત્વે યુક્રેનમાં યુદ્ધ અને વધુને વધુ ફુગાવાવાળું આર્થિક વાતાવરણ અને સાથે ચીનમાં કોવિડ -19 ના મહામારી અને તેને લીધે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને લીધે કંપનીની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હોવાનું કહેવાય છે.

ઇઝરાયેલ સ્થિત કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ચીનના મોટો શહેરોમાં લાગુ કરેલા લોકડાઉનને લીધે 2022ના પહેલા હાફના બીજા ભાગમાં વ્યવસાયની સ્થિતિ પર એકંદરે નકારાત્મક અસર થઇ છે.

કંપનીના પ્રવક્તા જો કે એમ પણ કહ્યું કે, આ પડકારરૂપ વેપાર પરિસ્થિતિ હોવા છતાં ગ્રુપને કેટલાક મજબૂત પરિણામો પણ મળ્યાં છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મોટાભાગે ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતાને કારણે મૂડી સાધનોના વેચાણમાં લગભગ 30 ટકાનો ઘટાડો થયો છે. પરંતુ રફ અને પોલીશ્ડ બંને હીરાની આવર્તક આવકમાં વધારો થયો છે જેમાં એકંદર કમાણીના અડધાથી વધુનો સમાવેશ થાય છે.