ડાયમંડ ટાઈમ્સ
વર્તમાન સમયમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી રમવા માટે ભારતીય ટીમ અમદાવાદના પ્રવાસે છે.તે સમયે ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ ગઇકાલે એપોલો હોસ્પિટલમાં કોરોના વેકસીન લીધી હતી.આગામી ચાર તારીખથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથો અને અંતિમ ટેસ્ટ મેચ શરૂ થઇ રહ્યો છે.તે પૂર્વે શાસ્ત્રી સિનિયર સીટીઝન કેટેગરીમાં આવતા હોવાથી વેકસીન લીધી હતી.વેક્સિનેશન બાદ શાસ્ત્રીએ ટવીટ કરીને કહ્યુ હતુ કે હું દેશના તબીબો અને વૈજ્ઞાનિકોનો આભારી છું કે જેઓએ દેશને મહામારી સામે સશકત રહેવા વેક્સિનની અદભૂત શોધ કરી છે.એપોલો હોસ્પિટલના કાંતાબેન નામની નર્સએ શાસ્ત્રીને વેકસીન આપી હતી.