ટાટા ગ્રુપની કંપની તનિષ્ક ઉત્તર અમેરિકાના માર્કેટમાં પ્રવેશ કરશે.

32

DIAMOND TIMES – આંતરરાષ્ટ્રીય બજારમાં જ્વેલરી બિઝનેસની તક છે, આ તકને ઝડપી લેવા માટે ટાટા ગ્રૂપની કંપની તનિષ્ક 2022માં ઉત્તર અમેરિકા, કેનેડા, ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) દેશોમાં પ્રવેશ કરવા માટે તૈયારી કરી રહ્યું છે.ટાઇટન કંપનીના એમડી સી.કે. વેંકટરામન આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રવેશી તેની આવકનો હિસ્સો વધારવા માટે તૈયાર છે.

ચેન્નાઈ ખાતે તનિષ્ક સ્ટોરનું ઉદ્ઘાટન કરતાં શ્રી વેંકટરામને જણાવ્યું હતું કે એક વર્ષ અગાઉ અમે બે અઠવાડિયના સમયગાળામાં દુબઈમાં તનિષ્કના બે જ્વેલરી શો-રૂમ શરૂ કર્યા હતા.દુબઈમાં તનિષ્કનો પહેલો શો-રૂમ કંપનીની માલિકીનો હતો જ્યારે અન્ય સ્ટોર ફ્રેન્ચાઇઝીઑ દ્વારા ખોલવામાં આવ્યા હતા.તનિષ્કના દરેક શો-રૂમ શરૂ કરવા પાછળ લગભગ રૂપિયા 25થી 30 કરોડનું રોકાણ થાય છે.

આગામી બે-ત્રણ વર્ષ દરમિયાન સમગ્ર વિશ્વમાં તનિષ્ક શો-રૂમની સંખ્યા વધારવા માંગે છે.ખાસ કરીને અમેરિકા,GCC અને કેનેડામાં કંપની ડબલ ડિજિટમાં શો-રૂમ શરૂ કરવા માંગે છે. ખાસ કરીને નોર્થ અમેરિકન માર્કેટને ધ્યાને રાખી તેને અનુરૂપ જ્વેલરી બનાવી તેનું આ શો-રૂમના મધ્યમથી વેચાણ કરવામાં,આમ છતાં પણ તે ભારતીય આઉટલેટ્સમાં વેચાતી જ્વેલરી જેવી સામ્યતા ધરાવતી હશે.આમ કંપનીએ આંતરરાષ્ટ્રીય બજાર અને અન્ય શ્રેણીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.