ચીન સાથેની વાતચીતની જમીની અસર નથી : વિદેશમંત્રી એસ જયશંકર

103

ડાયમંડ ટાઈમ્સ ન્યુઝ

ભારત અને ચીન વચ્ચે એપ્રિલ ૨૦૨૦થી જ તણાવપૂર્ણ સ્થિતિ બની છે.ચીને લદ્દાખ સરહદ પાસે અનેકવાર ઘુષણખોરીનો પ્રયાસ કરી સૈનિકોની સંખ્યા વધારી દીધી હતી.તેના જવાબમા ભારતે પણ તમામ તૈયારીઓ પુરી કરી લીધી હતી.ત્યાર બાદ બંને દેશો વચ્ચે અનેક તબક્કાની વાતચીત ચાલી પરંતુ હજી સુધી મુદ્દો ઉકેલાવવાનું નામ નથી લઈ રહ્યો.

વિદેશમંત્રી એસ જયશંકરે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને આંધ્ર પ્રદેશના વિજયવાડામાં એસ જયશંકરે પ્રતિભાવ આપતા કહ્યુ કે અત્યાર સુધી ચીન સાથે જે વાતચીત થઈ છે તેની જમીન પર કોઈ જ અસર દેખાઈ નથી.અત્યાર સુધીમાં ભારત અને ચીનના સૈન્ય કમાંડરો વચ્ચે નવ રાઉન્ડની વાતચીત થઈ ચુકી છે. વિદેશ મંત્રીએ કહ્યું હતું કે સેનાના કામાંડર વચ્ચેની વાતચીત બાદ નહીવત્ત જ જ પ્રગતિ થઈ છે.જેને એક સુખદ સમાધાન તરીકે જોઈ શકાય નહી. હતું.

દેશ મંત્રીએ કહ્યું હતું કે, ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં જે ગતિવિધિઓ ચાલી રહી છે તેને સમાપ્ત કરવા માટે બંને દેશો વચ્ચે અનેક તબક્કાની સૈન્ય બેઠકો અને રાજનૈતિક સ્તરની વાતચીત ચાલી રહી છે.પરંતુ હજી સુધી કોઈ ઉકેલ લાવી શકાયો નથી.તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં પણ આ પ્રકારની વાતચીત યથાવત રહેશે.સૈનિકોને પાછા ખસેડવા એ એક પેચીદો મુદ્દો છે.આ બાબત બંને દેશોની સેના પર નિર્ભર છે.આપણને આપણી ભૌગોલિક સ્થિતિ અને ઘટનાક્રમ વિષે જાણકારી હોવી જોઈએ.