અંગોલામાં રફ હીરાની હરાજીના સંચાલન માટે ટાગ્સની નિમણુંક

DIAMOND TIMES – અંગોલામાં રફ હીરાની હરાજી અને તેનું સંચાલન કરવા અંગોલાની રફ કંપની સોડીયમના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા આ ક્ષેત્રની અનુભવી કંપની ટ્રાન્સ એન્ટ્લાન્ટીક જેમ સેલ્સ લીમિટેડ (TAGS)ની નિમણુંક કરવામાં આવી છે.

ટ્રાન્સ એન્ટ્લાન્ટીક જેમ સેલ્સ લીમિટેડ (TAGS) દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર અંગોલાના લુઆન્ડામાં રફ હીરાની હરાજી (ટેન્ડરો)નું આયોજન અને સંચાલન કરવા અંગોલાની રફ કંપની સોડીયમના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા આ ક્ષેત્રની વીસ જેટલી કંપનીઓમાથી તેમની પસંદગી થતા તેઓ આ અંગે ગૌરવ અનુભવે છે.

TAGS કંપનીના પ્રવક્તાએ ઉમેર્યુ કે રફ હીરાના પારદર્શક અને અસરકારક માર્કેટિંગ સોલ્યુશનની સ્થાપનામાં મદદ કરવા માટે અંગોલન સરકારે આપેલી મંજૂરીથી તે સન્માનની લાગણી અનુભવે છે.TAGSએ વિશ્વાસ વ્યકત કર્યો હતો કે આ ક્ષેત્રમાં તેમનો વિશાળ અનુભવ,નિપુણતા અને અત્યાધુનિક ઓન લાઈન ક્ષમતાથી અંગોલામાં રફ હીરાના ઓક્શન માટે વિશ્વ કક્ષાની સુવિધાની સ્થાપના કરવામાં તે જરૂરથી સફળ થશે.