DIAMOND TIMES – ટ્રાંસ એટલાન્ટિક જેમ્સ સેલ્સ (TAGS)નું દુબઇ રફ ડાયમંડ ટેન્ડર આગામી તારીખ 6 થી 12 ઓક્ટોબર દરમિયાન દુબઈ ડાયમંડ એક્સચેન્જ ખાતે યોજાશે.આ ટેન્ડરની ખાસિયત એ છે કે તેમા દક્ષિણ આફ્રિકાની ખાણમાથી મળી આવેલા 118.58 કેરેટનો ઉચ્ચ ગુણવત્તા ધરાવતો એક રફ હીરો પણ વેંચાણ માટે મુકવામાં આવનાર છે.
મીડીયા અહેવાલ મુજબ ટ્રાંસ એટલાન્ટિક જેમ્સ સેલ્સ કંપની 10 કેરેટથી વધુમાં વધુ 15 કેરેટ સુધીના વજનના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા દક્ષિણ આફ્રિકન ખાણમાથી મળી આવેલા રફ હીરાની સાથે અંગોલાની ખાણમાથી મળી અવેલા રફ હીરાની રેગ્યુલર રેન્જ પણ ઓફર કરશે.જો કે તેમા પણ અપવાદરૂપે 10 કેરેટથી મોટી સાઈઝના કેટલાક રફ હીરાનો સમાવેશ થાય છે.