DIAMOND TIMES – લેબગ્રોન હીરાના વૈશ્વિક બજાર અંગે ટ્રાન્સપરન્સી માર્કેટ રિસર્ચનો લેટેસ્ટ અહેવાલ પ્રકાશિત થયો છે.અહેવાલ મુજબ આગામી વર્ષ 2027 સુધીમાં લેબગ્રોન હીરાનું વૈશ્વિક બજાર 7.2 ટકાની વૃદ્ધિ સાથે 34.3 બિલિયન અમેરીકી ડોલરને આંબી જાય તેવી આગાહી કરવામાં આવી છે.વળી કુદરતી હીરાની તુલનાએ કૃત્રિમ હીરા તેમની ઉચ્ચ સ્તરની શુદ્ધતાને કારણે પણ ટ્રેક્શન મેળવી રહ્યા છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે જ્વેલરી ઉદ્યોગની સમાંતર ઇન્ડસ્ટ્રીયલ હેતુઓ માટે સિન્થેટિક ડાયમંડનો વધતો જતો ઉપયોગ લેબગ્રોન હીરાના વેંચાણને તીવ્ર વેગ આપી રહ્યો છે.કોસ્ટિક,મિકેનિકલ,થર્મલ,ઇલેક્ટ્રિકલ,ઇલેક્ટ્રોકેમિકલ અને ઓપ્ટિકલ ગુણધર્મોના અનન્ય સંયોજનને કારણે આધુનિક ટેકનોલોજીમાં કૃત્રિમ હીરાનો ઉપયોગ થઈ રહ્યો છે. કોમ્પ્યુટર ચિપ્સનો વધતો ઉપયોગ લેબગ્રોન હીરાના બજારની વૃદ્ધિને વેગ આપી રહ્યો છે.આ તમામ પ્રકારની ગતિવિધી ના પગલે લેબગ્રોન હીરાની ડીમાન્ડમાં સતત વૃદ્ધિ થવાની આગાહી કરવામાં આવી છે.
કેમિકલ વેપોર ડિપોઝિશન (CVD) અને હાઇ પ્રેશર,હાઇ ટેમ્પરેચર( HPHT) લેબગ્રોન હીરાના ઉત્પાદનો માટે ઉપયોગ માં લેવાતી મુખ્ય બે તકનીકો છે.વર્તમાન સમયે વૈશ્વિક બજારમાં ડસ્ટ ,બોર્ટ, પાવડર,સ્ટોન અને ગ્રીટ જેવા કૃત્રિમ હીરા ના કેટલાક ઉત્પાદનો ઉપલબ્ધ છે.કુદરતી અને કૃત્રિમ હીરામાં થર્મલ વાહકતા, ઇલેક્ટ્રોન ગતિશીલતા અને કઠિનતાના સમાન ગુણધર્મો છે.પરંતુ કુદરતી હીરાની તુલનાએ લેબગ્રોનની કીંમત ત્રણ ગણી નીચી હોવાથી કૃત્રિમ હીરાની માંગ સતત વધતી રહેવાની ધારણા છે.
ઉપરાંત કૃત્રિમ હીરાનો વ્યાપક ઉપયોગ મશીન ઉત્પાદન,ખાણકામ,તબીબી પ્રક્રિયાઓ,બાંધકામ, પ્રાયોગિક ભૌતિક શાસ્ત્ર અવકાશ અભિયાન,સખત ધાતુ અને પથ્થર કાપવાની પ્રવૃત્તિઓમાં થાય છે.પ્રોડક્ટ એપ્લિકેશનની આ વ્યાપક શ્રેણી કૃત્રિમ હીરા બજારમાં આશાસ્પદ વેચાણની તકો ઉજળી બનાવે છે.ગેસ અને ઓઇલ ડ્રિલ પ્રક્રિયાઓમાં પણ કૃત્રિમ હીરા નો ઉપયોગ થાય છે.લેબગ્રોન હીરાનું ઉત્પાદન કરતી વિશ્વની અનેક કંપનીઓએ આ ક્ષેત્રમાં રિચર્સ અને ડેવલપની કામગીરી વધુ તેજ બનાવી છે.
વર્તમાન સમયમા લેબગ્રોનનું ઉત્પાદન કરતી અનેક કંપનીઓ અત્યંત પાતળી સીવીડી ડાયમંડ પ્લેટ્સ વિકસાવવાના કામમા લાગી પડી હોવાના પણ અહેવાલ છે.