DIAMOND TIMES : જીએસટી નંબર સસ્પેન્ડ કરાયા બાદ 30 દિવસમાં વેપારીઓ દ્વારા અરજી કરવામાં નહીં આવે તો તેને રદ કરી દેવામાં આવતો હોય છે.ત્યારબાદ જોઇન્ટ કમિશનર પાસેથી મંજૂરી લઇને 60 દિવસમાં શરૂ કરવામાં આવતો હોય છે.પરંતુ આ બંને પ્રક્રીયા કરવાની મુદ્દત વીતી ગઈ હોઈ અને વેપારીએ સમય મર્યાદામાં અરજી નહીં કરી હોય તેવા કિસ્સામાં જીએસટી નંબર કાયમી ધોરણે રદ કરી દેવામાં આવતો હોય છે.
આ પ્રકારની જ્યારે સમસ્યા આવી ત્યારે વેપારીઓએ જીએસટી નંબર કાર્યરત કરાવવા માટે હાઇકોર્ટ સુધી જવું પડતું હોય છે.આ બાબતને ધ્યાનમાં રાખી સમય મર્યાદામાં સુધારો કરવાની જાહેરાત જીએસટી કાઉન્સિલની બેઠકમાં કરવામાં આવી છે.જીએસટી કાઉન્સિલની બેઠક માં વેપારીનો જીએસટી નંબર સસ્પેન્ડ થયા બાદ 30 દિવસના બદલે 90 દિવસમાં અરજી કરીને ચાલુ કરાવી શકશે. આ માટે અધિકારી પાસે મંજૂરી મેળવવાની પણ પ્રક્રિયા કર્યા વિના જીએસટી નંબર પહેલાની માફક કાર્યરત કરી દેવામાં આવશે.ત્યારબાદ પણ અરજી કરવામાં આવી નહીં હોય તેવા કિસ્સામાં જીએસટી કાઉન્સિલમાં નંબર શરૂ કરાવવા અરજી કરવાની રહેશે.
એસટી કાઉન્સિલની કમિટી લેશે નિર્ણય
જીએસટી નંબર સસ્પેન્ડ થયા બાદ 90 દિવસમાં પણ વેપારીએ અરજી કરીને તેને શરૂ કરવા માટેની પ્રકિયા કરી નહીં હોય તો જીએસટી કાઉન્સિલમાં તે માટેની અરજી કરવાની રહેશે. જોકે જીએસટી કાઉન્સિલમાં તેની અરજી કરવામાં આવ્યા બાદ જીએસટીની કમિટી દ્વારા તે નંબર શરૂ કરી શકાય કે નહીં તે અંગેનો નિર્ણય કરશે. જેથી કમિટીમાં વેપારીના તમામ પાસાંનો અભ્યાસ કયાં પછી જીએસટી નબર ચાલુ કરાવવા અંગે નિર્ણય લેવાનો છે.આ અંગે જીએસટી કાઉન્સિલની બેઠકમાં જાહેરાત તો કરી દેવામાં આવે છે.પરંતુ તેનુ સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં મોડું થતુ હોવાના કારણે વેપારીને તેનો લાભ ઝડપથી મળી શકતો નથી.આવા કિસ્સામાં જાહેરાત કરવામાં આવ્યાના એક સપ્તાહમાં તેનું જાહેરનામું બહાર પાડી દેવામાં આવે તો તેનો લાભ વધુમાં વધુ વેપારી મેળવી શકતા હોય છે.