યુએસના એટલાન્ટામાં શંકાસ્પદ લૂંટારૂને પોલીસે ગોળી મારીને પકડી પાડ્યો, સ્ટોર કર્મચારી પણ ઇજાગ્રસ્ત

DIAMOND TIMES : યુએસએના એટલાન્ટામાં કિચન છરી વડે જ્વેલરી સેલ્સના કર્મચારીને ઇજાગ્રસ્ત કરનાર એક શંકાસ્પદ વ્યક્તિને પોલીસે ગોળી મારીને ઘાયલ કર્યો હતો.

પોલીસે આ શંકાસપદ વ્યક્તિનું નામ જોસ રેયેસ સેરાટો હોવાનું કહ્યું છે અને તે 27 વર્ષનો હોવાનું પણ જણાવ્યું છે. જ્યારે મેસી ડિપાર્ટમેન્ટ સ્ટોર, મોલ ઓફ જ્યોર્જિયામાં કામ કરતા શખ્સનું નામ ડેવિડ વોકર હોવાનું પણ પોલીસ માહિતીમાં જાણવા મળ્યું છે જે 55 વર્ષના છે.

ઘટના બાદ બંને જણ હોસ્પિટલમાં સાજા થઈ રહ્યા છે અને તેઓ બચી જશે તેવી અપેક્ષા છે. સ્થાનિક પોલીસનું કહેવું છે કે શંકાસ્પદ વ્યક્તિએ જ્વેલરી લૂંટવાની શરૂઆત કરી હતી અને સામગ્રી પડાવી લીધી હતી.

પીડિત ડેવિડ પર લૂંટારૂએ ચાકુના ઘણાં ઘા માર્યા હતા. ડેવિડે જ્યારે તેને લૂંટ કરવાથી રોક્યો ત્યારે લૂંટારૂએ તેને માર્યો હતો જેમાં તેના ફેફસામાં ઇજા થઇ હતી. ત્યારબાદ શંકાસ્પદ ગ્રે ટ્રકમાં ભાગી ગયો હતો પરંતુ પોલીસ દ્વારા તેનો પીછો કરવામાં આવ્યો હતો. લૂંટારૂએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેને ગોળી મારી દીધી હતી. ગોળી માર્યા બાદ ઇજાગ્સ્ત લૂંટારૂને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. પોલીસે તેની ધરપકડ કરી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો.