પેપર ગોલ્ડમાં સુરતનું 80 થી 90 કરોડનું રોકાણ

639
ગમે ત્યારે ખરીદ વેચાણ કરી શકવાની સવલતની સાથે ફિઝિકલ ગોલ્ડ્સની જેમ પેપર ગોલ્ડને સાચવવા ની ઝંઝટ નથી.વળી એસઆઈપીની જેમ રૂપિયા ૧૦૦૦ ના માસિક હપ્તાથી પણ પેપર ગોલ્ડ માં રોકાણ કરી શકાતુ હોવાથી નવી જનરેશનમાં પેપર ગોલ્ડનું આકર્ષણ વધ્યુ છે.જેના પગલે ઈટીએફ ગોલ્ડ ફંડમાં સરેરાશ ૨૧ ટકાનો વધારો જોવા મળ્યો છે.

DIAMOND TIMES – દોઢ વર્ષમાં જ સોનાના 10 ગ્રામના ભાવ રૂપિયા 50,000ને પાર કરી ગયા છે.જેથી સોના માં વધતી કીંમતો વચ્ચે પેપર ગોલ્ડમાં નાની રકમના રોકાણના વિકલ્પના પગલે રોકાણમાં સતત વધારો થઈ રહ્યો છે . પેપર ગોલ્ડરૂપી ઉમદા વિકલ્પ મળતાં સારા પ્રમાણમાં ઈટીએફ ગોલ્ડ (એકસચેન્જ ટ્રેડેડ ફંડ)માં રોકાણ શરૂ થઈ ચૂકયું છે. જેમાં સરેરાશ ર૧ ટકાનો ગ્રોથ નોંધાયો હોવાનો સ્થાનિક ફંડ એડવાઈઝર્સનો મત છે.

ગોલ્ડના ૧૦ ગ્રામના દરમાં છેલ્લા દોઢ વર્ષની વાત કરીએ તો ૩૫,૦૦૦ નો દર વધીને રૂ. ૫૦,૦૦૦ને પાર થયો છે.ગત મે થી જૂન દરમિયાન સોનાના દર ૫૫,૦૦૦ સુધી પહોંચી ગયા હતા.જેથી મધ્યમવર્ગીય પરિવારો માટે એક સામટું ગોલ્ડમાં રોકાણ કરવું મુશ્કેલ થઈ ચૂકયું છે. બીજી તરફ વિવિધ જગ્યાએ કરેલા રોકાણ પર સારું વળતર મળે તેવી અપેક્ષાથી લોકો એ ઈકિવટી અને ટ્રેડ માર્કેટમાં રોકાણ વધાર્યું છે. એ જોતા કહી શકાય કે ફિઝિકલ ગોલ્ડની જગ્યાએ ઈટીએફ પેપર ગોલ્ડમાં રોકાણનું પ્રમાણ એકંદરે વધ્યું છે.વળી ફિઝિકલ ગોલ્ડની જેમ આ સોનું પણ સરળતાથી ખરીદી કે વેચી શકાતું હોવાની સાથે નાનામાં નાની રકમના માસિક દરે કે એક સામટા રોકાણથી ગોલ્ડની ખરીદી થઈ શકતી હોવાનું શકય બનતાં પેપર ગોલ્ડનું ચલણ ધીમી ગતિએ વધી રહ્યું છે. સામાન્ય રીતે ઈટીએફ ગોલ્ડ એક પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ છે . રોકાણકારો દ્વારા આ ફંડમાં રોકાણ થતાં રૂપિયાનું વિવિધ ફંડ મેનેજર ગોલ્ડ એકસચેન્જમાં રોકાણ કરે છે.

ગોલ્ડની કીંમતોમા વધારા વચ્ચે લોકલ માર્કંટમાં સોનાની ખરીદી કરતો એક ચોક્કસ વર્ગ છે.જયારે બીજો એક મોટો વર્ગ લગડી અને સિક્કાની સાથે ઈટીએફ પેપર ગોલ્ડમાં પણ રોકાણ કરતાં થયા છે.સુરતમાંથી પણ સારૂ રોકાણ થયુ હોવાની માહીતી છે.મળતી માહિતી પ્રમાણે દેશમાં ૧૬,૦૦૦ કરોડથી વધુનું રોકાણ ઈટીએફ ગોલ્ડમાં થયું છે.જે પૈકી ૨૯૮ કરોડની આસપાસ ગુજરાતનું રોકાણ છે.જેમા એકલા સુરતમાં ૮૦ થી ૯૦ કરોડનું રોકાણ ઈટીએફ ગોલ્ડ માં થયું હોવાના અખબારી અહેવાલ છે.ઉલ્લેખનીય છે કે ઈટીએફ ગોલ્ડમાં રોકાણ કરનારા રાજયોમાં તામિલનાડુ અને કર્ણાટક પણ સૌથી આગળ છે.