DIAMOND TIMES – તારીખ 27 ઓગષ્ટના રોજ લે-મેરિડિયન હોટલ ખાતે જીજેઇપીસી આયોજીત 46મો ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત મહેમાનોને આવકારતા GJEPC ઇન્ડિયાના ચેરમેન શ્રી કોલિન શાહે સ્વાગત પ્રવચનમાં કહ્યુ કે ડાયમંડ અને જવેલરી ક્ષેત્રને કેન્દ્ર અને રાજય સરકાર તરફથી એકસપોર્ટ માટે પૂર્ણ સહયોગ મળી રહ્યો છે. ઉપરાંત આ ક્ષેત્રમાં નાના શ્રમિકોને સારા પગાર આપવાની સાથે તેમના સામાજિક અને પારિવારિક બાબતો અંગે પૂરતું ધ્યાન પણ રાખવામાં આવી રહ્યું છે.છેલ્લા 18 મહિનામાં આ ઈન્ડસ્ટ્રીઝે 59 ટકાનો જંગી ગ્રોથ કર્યો છે.તેમણે કહ્યુ કે ભારત જ્વેલરીના ક્ષેત્રનું હેરિટેજ છે.જેથી આવનારા સમયમાં જવેલરી ક્ષેત્રે પણ સુરત અગ્રીમ હરોળમાં આવીને ચીનને પણ મ્હાત કરવાની ક્ષમતા વિકસીત કરશે તેવો તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો.
વિજયભાઈ ખુબ જ સાદા અને સરળ મુખ્યમંત્રી : ગોવિંદભાઈ ધોળકીયા
જીજેઇપીસી આયોજીત 46મો ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ સમારોહમાં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મેળવનાર ઉદ્યોગ અગ્રણીશ્રી ગોવિંદભાઈ ધોળકીયાએ જણાવ્યું હતું કે વિજયભાઈ રૂપાણી ખુબ જ સાદા અને સરળ મુખ્યમંત્રી છે.તેઓ નાનામાં નાના માણસને પુરી લાગણીથી મળે છે.અને જે પણ મુશ્કેલી હોય તેને દુર કરવા ઝડપથી નિર્ણય લે છે.ભારતના ભાવિ પેઢી અને યુવાનોને શીખ આપતા જણાવ્યું કે પ્રામાણિકતાને કદી છોડશો નહી તેમજ જીવનમાં પ્રગતિ કરવા માટે સ્કીલ,ટેકનોલોજી અને સખત મહેનત ખૂબ જરૂરી છે.
ગોવિંદકાકામા જીવનમાથી યુવાનો પ્રેરણા લે : વિજયભાઈ રૂપાણી
જીજેઇપીસી આયોજીત 46મો ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ સમારોહ દરમિયાન શ્રી ગોવિંદભાઈ ધોળકિયાને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અપાયો હતો જે અંગે સીએમ વિજ્યભાઈ રૂપાણીએ કહ્યું હતું કે ગોવિંદ કાકાને આ એવોર્ડ મળ્યો તે આપણા માટે આનંદની વાત છે.તેમના જીવનમાંથી યુવાનોએ પ્રેરણા લેવા જેવી છે.આપણે દુનિયાને બતાવી દીધું છે કે અમે ગ્લોબલ ટ્રેન્ડ સેટ કરનારા છીએ.આજે 59 ટકાનો ગ્રોથ નોંધાવી 3081 મિલિયન ડોલરની જ્વેલરી આપણે એક્સપોર્ટ કરી રહ્યા છીએ.ટૂંક સમયમાં ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કરીશું.જેમ્સ & જ્વેલરી જીઆઈડીસી ના જૂના પ્રકરણના બધા પ્રશ્નો પતાવી દીધા છે.હવે સુરતમાં વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક બનાવાશે.