ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સમાં સુરત દેશમાં પાંચમા ક્રમે : ગુજરાત સહીત દેશના અન્ય શહેરોની જાણો સ્થિતિ

118

ડાયમંડ ટાઈમ્સ

ભારત સરકારના કેન્દ્રીય શહેર વિકાસ વિભાગ દ્વારા આજે બપોરે દેશના 100 સ્માર્ટ સિટીઝનું રેન્કિંગ જાહેર કરાયું હતું. ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ‘ઈઝ ઓફ લિવિંગ’ ઈન્ડેક્સમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં બેંગલુરૂ ટોચ પર છે. ભારતમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા રહેવા માટે સારા ટોચના 10 શહેરોની યાદીમાં પુણે બીજા અને અમદાવાદ ત્રીજા સ્થાને આવ્યુ છે. જયારે સોનાની નગરી સુરત પાંચમા ક્રમાકે છે .

ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ 2020માં 10 લાખથી ઓછી જનસંખ્યા ધરાવતા શહેરોની વાત કરીએ તો શિમલા પહેલા સ્થાને અને બિહારનું મુઝફ્ફરનગર અંતિમ નંબરે છે.આ સર્વેમાં 12 લાખ 20 હજાર લોકોએ ઓનલાઈન મંતવ્યો આપ્યા હતા. ઓનલાઇન ફીડબેક,કયુઆર કોડ, ફેસ ટુ ફેસ સહિતના અનેક માધ્યમોને આધાર બનાવી તેની સમીક્ષા કર્યા બાદ આ પરિણામ જાહેર થયુ છે.

યાદી તૈયાર કરવા માટે જરૂરી માપદંડો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકાળ દરમિયાન ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની સાથે જ ઈઝ ઓફ લિવિંગને વધુ સારૂ બનાવવા પર ભાર મુક્યો છે. જીવનની ગુણવત્તા, આર્થિક સક્ષમતા , સસ્ટેઈનેબિલીટી,ઓળખ અને સંસ્કૃતિ , શિક્ષણ , સ્વાસ્થ્ય , સુરક્ષા , અર્થતંત્ર , સસ્તા – રહેણાંક, ભૂમિ યોજના , પાર્ક, પરિવહન , જળ પુરવઠો , કચરાની વ્યવસ્થા અને પર્યાવરણની ગુણવત્તા સહીતના 15 માપદંડોના આધારે રેન્કિંગ તૈયાર કરવામાં આવે છે.

10 લાખથી વધુ વસ્તી ધરાવતા ટોચના 10 શહેરોની યાદી

1. બેંગલુરૂ , 2. પુણે , 3. અમદાવાદ , 4. ચેન્નાઈ , 5. સુરત , 6. નવી મુંબઈ , 7. કોઈમ્બતૂર , 8. વડોદરા , 9. ઈંદોર , 10. ગ્રેટર મુંબઈ

10 લાખથી ઓછી વસ્તી ધરાવતા ટોચના 10 શહેરોની યાદી

1. શિમલા , 2. ભુવનેશ્વર , 3. સિલવાસા , 4. કાકીનાડા , 5. સલેમ , 6. વેલ્લોર , 7. ગાંધીનગર , 8. ગુરૂગ્રામ , 9. દાવણગેરે ,10. તિરૂચિરાપલ્લી