સુરત માત્ર હીરા ઘસનારૂ નહી,વૈશ્વિક ટ્રેન્ડ સેટ કરનારૂ છે : વિજયભાઈ રૂપાણી

749

DIAMOND TIMES –  ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મુખ્ય મહેમાન પદ્દે પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે આજે કેન્દ્રિય કોમર્સ અને ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલય અને ધ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી) દ્વારા 46 માં ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ્સ સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ.આ સમારોહમાં જેમ એન્ડ જ્વેલરીના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપનાર ભારતની 34 કંપનીઓ,સાત બેંકોને એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યુ કે હીરા અને ઝવેરાત ક્ષેત્રના ઉદ્યોગકારોની સફળાતાની સાથે ગુજરાતની એચિવમેન્ટનો દિવસ છે.સુરત માત્ર હીરા ઘસનારૂ નહી પરંતુ વૈશ્વિક ટ્રેન્ડ સેટ કરનારૂ છે. કોરોના મહામારીમાં જ્યારે સમગ્ર વિશ્વ સ્થગિત હતું. તેમ છતાં હીરા ઉદ્યોગે સુરતની ચમક ઓછી થવા દીધી નથી . ભારતમાથી 3700 મિલિયન ડોલરની નિકાસ થઈ છે. મને લાગે છે કે નિકાસમાં વડાપ્રધાને નિર્ધારીત કરેલ ટાર્ગેટ જરૂરથી પ્રાપ્ત થશે.

આગામી સમયમા સુરત ડાયમંડ બુર્સ કાર્યરત થઈ જશે ત્યારે સુરતના BDB સિવાય વિશ્વ માટે બીજો કોઇ વિકલ્પ નહીં રહે. જેમ એન્ડ જ્વેલરી પાર્ક પણ ઝડપથી પૂર્ણ કરાશે જ્યા જ્વેલરી અને ડાયમંડનું મેન્યુફેકચરીંગ થશે.ઉપરાંત લેબગ્રોન ડાયમંડ માટે પણ જવેલરી પાર્ક મહત્વનું બનશે . વર્તમાન સમયે ડીઝાઈન મેન્યુફેકચરીગ હબ તરીકે સુરતને જોવામાં આવે છે. આવનારા દિવસો ભારત ના છે માટે સ્કિલ ડેવલપ કરવાની મુખ્યમંત્રીએ હાંકલ કરી હતી.

જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહે કહ્યુ કે ક્લહ્યુ કે 18 મહિના પછી જીજેઇપીસીની આ પ્રથમ ફિઝિકલ ઇવેન્ટ થઈ છે . હીરા અને ઝવેરાત ઉદ્યોગના વિકાસ માટે અમોએ વડાપ્રધાન સાથે ઓનલાઇન મિટિંગ કરી છે.ભારતમાં એક પણ ખાણ નથી,આમ છતાં હીરામાં આગળ ભારત આગળ છે.આગામી સમયમાં ગુજરાત નિકાસનું મહત્વનું સ્થળ બનશે . હીરા ઉદ્યોગમાં ૭/૮ ભણેલા રત્ન કલાકારો પ્રતિ મહીને એક લાખ કમાઈ છે.હીરા ઉદ્યોગે પાછલા 18 મહિનામાં 60 ટકાનો ગ્રોથ કર્યો છે.જ્યારે 90 ટકા રફ સુરતમાં આયાત થઈ છે.ઉપરાંત સુરતમાં કાર્યરત 300 જ્વેલરી યુનિટ ચાઈનાને મ્હાત કરી શકે છે.

લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ સ્વીકારતા ગોવિંદકાકા ધોળકીયાએ પ્રાસંગીક ઉદ્દ્બોધનમાં કહ્યુ કે હીરા ભગવાનને લીધે આ એવોર્ડ મળ્યો છે, નહીંતર આજે પણ ગામડે ધૂળમાં જ હોત. તેમણે કહ્યુ કે હીરા ઉદ્યોગમાં સાત્વિક માણસો વધુ છે.  હીરા ઉદ્યોગે પાછલા 50 વર્ષમાં સરકાર પાસે કાઈ માંગ્યુ નથી,માત્ર આપ્યુ જ છે.જેથી જો હીરા ઉદ્યોગની કોઇ સમસ્યા હોય તો સરકાર તેનું ઝડપથી નિવારણ લાવે તેવી અપેક્ષા છે.