SDA આયોજીત B2B ‘ કેરેટ્સ- સુરત ડાયમંડ એક્સ્પો’- 2022 : હીરા ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમોટ કરતું પ્લેટફોર્મ

DIAMOND TIMES COVER STORY : – એમ જ નથી લખાતાં નામ ઇતિહાસમાં,જે પ્રગટે છે,એ જ અજવાળું કરે છે. એવું જ એક હીરા ઉદ્યોગમાં અજવાળું કરતું નામ છે સુરત ડાયમંડ એસોસિએશન…

સુરત ડાયમન્ડ એસોસિયેશનનું હીરા ઉદ્યોગની પ્રગતિમાં સરાહનિય યોગદાન

સુરત ડાયમંડ એસોસિયેશન 1988માં સ્થપાયેલી નોન-પ્રોફીટેબલ સંસ્થા છે.જે ઔદ્યોગિક, સામાજિક, શૈક્ષણિક તેમજ આરોગ્યલક્ષી પ્રવૃત્તિ કરે છે.આ ઉપરાંત હિરા ઉદ્યોગના વિકાસ માટે પણ તે સતત પ્રયત્નશીલ સંસ્થા છે.તેમાં ઉત્પાદકો સાથે વેપારીઓ, આયાતકારો, નિકાસકારો, દલાલો અને સંસ્થાઓ સાથે 5300 થી વધુ સભ્યો છે.

સુરત ડાયમંડ એસોસિયેશન એ સુરત સ્થિત હીરાની તમામ મોટી કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે.ખાસ કરીને ઉદ્યોગના પ્રશ્નોની સરકારી વિભાગોમાં યોગ્ય રજૂઆત કરી તેનું નિરાકરણ આવે તેવા પ્રયત્ન તેના દ્વારા થાય છે.એટલું જ નહિ, લેબર, જીએસટી સહીતના ટેક્સીસની ઉદ્યોગકારોમાં સમજ અને જાગૃતિ લાવવા સમાંતરે સેમિનારોનું પણ આયોજન કરે છે.

આ સાથે નવી આધુનિક ટેકનોલિજી યુકત મશીનરીઓ ઉદ્યોગકારો અપનાવે તે માટે ટુલ-ટેક જેવા એક્ઝીબીશન પણ SDA દ્વારા થાય છે.માલ અને સેવા કરમાં ઘટાડા જેવી અનેક પહેલો SDAએ હાથ ધરી છે.ઝડપથી બદલાતી જતી ટેક્નોલોજી અને આર્થિક પ્રવાહો વિશે જાગરૂકતા વધારવા માટે SME સેક્ટર સેમિનાર અને મેળાઓમાં શ્રમ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે એમ્પાવર આઈડી પ્રોગ્રામનું આયોજન પણ તેના દ્વારા થયુ છે. આરોગ્ય સેવા ક્ષેત્રે પણ ડાયમંડ હોસ્પિટલ નામની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર પણ SDA દ્વારા ચલાવવામાં આવે છે.જેનો સુરતની જનતા રાહતદરે લાભ લઈ રહી છે.

SDA દ્વારા અનેક વિષયો પર પહેલ

સુરત ડાયમંડ એસોસિયેશન દ્વારા અનેક વિષયો પર પહેલ કરવામાં આવી છે. જેમાં નીચે મુજબની કામગીરીનો સમાવેશ થાય છે.

1) નવી ટેકનોલોજી અને આર્થિક પ્રવાહોની જાગૃતિ માટે સેમિનાર અને પ્રદર્શનનું આયોજન.
2) ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં ઘટાડા માટે અભિયાન
3) SME સેક્ટરને શ્રમ-સંબંધિત સ્મસ્યા નિવારણ
4) સશક્તિકરણ ID પ્રોગ્રામ.
5) SDA એ એક હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર બનાવ્યું છે.
6) SDA સ્થાનિક સમુદાયની સુધારણા માટે નિયમિતપણે શિક્ષણ કાર્યક્રમોનું આયોજન કરે છે.

જોકે SDA નું મુખ્ય મિશન હીરા ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન આપી તેના ટકાઉ ભવિષ્યને સુનિશ્ચિત કરવાનું છે.આ ઉપરાંત નાના, મધ્યમ અને મોટા વેપારીઓ ડાયરેક્ટ ખરીદદારો (બાયર)ના સંપર્કમાં આવે તે માટે વિશ્વમાં પહેલીવાર લુઝ ડાયમંડનું B2B ” કેરેટસ-સુરત ડાયમંડ એક્સ્પો” નું આયોજન SDA દ્વારા જુલાઈ-2018 માં પ્રથમ વખત અને બીજી વખત ઓગસ્ટ -2019માં અવધ ઉટોપિયા સુરત ખાતે કરવામાં આવ્યું હતું.

સુરતને હાઈલાઈટ કરવા અને ઈન્ટરનેશનલ માર્કેટમાં હીરાના વેપારના હબ તરીકેની સ્થિતિને પુનરાવર્તિત કરવા માટે આ વિચાર શરૂ થયો હતો.2018 અને 2019ના બંને એક્ઝીબીશન ખુબ સફળ રહ્યાં હતાં.જેમાં ખુબ મોટી સંખ્યામાં નામાંકિત કંપનીઓએ ભાગ લીધો હતો.જેના કારણે હીરાના વેપારને ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો.આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ એક્ઝીબીશનને ખુબ જ સારી સફળતા મળી હતી.

‘કેરેટ્સ સુરત ડાયમંડ એક્સ્પો ‘ના આયોજનથી બાયર્સને સુરત આવવા માટેનું એક હકારાત્મક વાતાવરણ મળ્યું છે.પરંતુ કોરોના મહામારીના કારણે પાછલા બે વર્ષથી આ એકઝીબિશનનું આયોજન થઇ શક્યું નહોતું.

સુરત ડાયમંડ એકસ્પોનું મહત્વ

સુરત ડાયમંડ એસોસિયેશન દ્વારા આયોજિત B2B ‘કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સ્પો’ -2022 એ હીરા ઉદ્યોગ માટે નવા રસ્તા ખોલ્યા છે. ઉત્પાદકો અને વેપારીઓને મોટા ખરીદદારો સાથે સીધા સંપર્કમાં લાવીને B2B વ્યવહારોને વેગ આપ્યો છે. દરેક જ્વેલરી ઉત્પાદક અને ઝવેરીઓ ગુણવત્તા યુકત ડાયમંડની શોધમાં હોય છે.ત્યારે કેરેટ્સ એકસ્પોએ તેમને નવા સપ્લાયર્સ આપ્યા છે.

સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા બે વર્ષ બાદ ફરી તા. 15 થી 17 જુલાઈ-2022 ના રોજ ક્લબ અવધ યુટોપિયા- સુરત ખાતે ત્રીજીવાર ‘કેરેટસ-સુરત ડાયમંડ એક્સ્પો’ B2B પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે.

ગત્ત એકઝીબીશનમાં નેચરલ લુઝ ડાયમંડ્સમાં ગુલાબ કટ,પોલ્કી,નેચરલ ફેન્સી રંગીન સહીતના તમામ પ્રકારના હીરાનું પ્રદર્શન થયુ હતું.જયારે આ વર્ષે નેચરલ ડાયમંડની સાથોસાથ લેબગ્રોન ડાયમંડ, જ્વેલરી મેન્યુફેકચર્સ,જવેલરી તેમજ ડાયમંડ ટેકનોલોજીના બુથ રાખવામાં આવેલ છે.મુખ્ય આકર્ષણોમાં લૂઝ હીરા જેવા કે રોઝ કટ, પોલ્કી, ફેન્સી રંગીન હીરાનો સમાવેશ થાય છે.

ત્રીજીવાર ‘કેરેટસ-સુરત ડાયમંડ એક્સ્પો’માં પ્રીમિયમ બુથ ચાર્જ 125000/ +18 % જી.એસ.ટી,નોર્મલ બુથનો ચાર્જ 100000/ +18% જી.એસ.ટી. છે. ( બુથ સાઈઝ – 3 x 3 મીટર રહેશે ).50 હજાર સ્કે.ફૂટ જગ્યામાં 48 પ્રીમીયમ, 92 નોર્મલ અને 10 એલાઈડ સેક્શન બુથ હશે.ફૂડકોર્ટની પણ ત્યાં વ્યવસ્થા કરાઈ છે.આ એકઝીબિશનમાં 15000થી વધુ વિઝીટર્સ આવશે તેવી અપેક્ષા છે.પ્રીમીયમ બાયર્સને અહીં SDA દ્વારા કોમ્પલીમેન્ટરી સ્ટે આપવામાં આવશે.વધુમાં વેલે પાર્કિંગની સુવિધા પણ અહીં ઉભી કરવામાં આવશે.

આ એકસ્પો’માં ગ્રીનલેબ (પાવર્ડ બાય ),ધરમ એક્ષ્પોર્ટ ઇન્ડિયા પ્રા.લી. (કો.સ્પોન્સર), GIA (લેબોરેટરી સ્પોન્સર) તેમજ આઈ.એમ.લોજીસ્ટીક,( લોજીસ્ટીક પાર્ટનર) તરીકે જોડાયા છે. હાલ કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સ્પો’માં જોડાવવા માટે ડાયમંડ મેન્યુ. અને વેપારીઓ માહિતી લઇ મોટી સંખ્યા માં સ્ટોલ બુકિંગ કરાવી રહ્યાં છે.થોડા સમયમાં જ બુથનું વૈઈટીંગ શરુ થઇ જશે તેવી પૂરી સંભાવના છે.

સોશિયલ મીડિયાના માધ્યમથી માર્કેટિંગ કરી જોરશોરથી પ્રચાર-પ્રસાર શરુ કરી દેવામાં આવેલ છે.સુરત ડાયમંડ એસોસીએશનના ફેસબુક પેજ, વોટ્સેપ ગૃપ, વેબસાઈટ તેમજ ઓનલાઈન પ્રેસ મીડિયાના સોશ્યલ સાઈટ પર માર્કેટિંગ શરુ થઇ ગયેલ છે.આગામી સમયમાં ભારતના મુખ્ય શહેર જેવા કે દિલ્હી, કોલકતા, હૈદરાબાદ, બેંગલોર. ચેન્નઈ, જયપુર, મુંબઈ તેમજ વિદેશમાં અમેરિકા, લંડન, દુબઈ, હોંગકોંગ રોડ – શો કરી વધુ માં વધુ બાયર્સ આવે તેવા પ્રયત્નો SDA દ્વારા શરુ કરી દેવામાં આવ્યા છે.

સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખશ્રી નાનુભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે મુંબઈ ખાતે યોજાયેલ GJS શો માં શ્રી દામજીભાઈ માવાણી ( મંત્રી, સુરત ડાયમંડ એસોસીએશન), શ્રી વિનુભાઈ ડાભી (સહ કન્વીનર, ‘કેરેટસ-સુરત ડાયમંડ એક્સ્પો.) અને કારોબારી સભ્યશ્રી નિલેશભાઈ ભીકડિયા, જયેશભાઈ પટેલ દ્વારા ત્યાંના બુથ ધારકોને રૂબરૂ મળીને કેરેટ્સમાં ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

આ સાથે તેઓએ મુંબઈના ડાયમંડ વેપારીઓ તથા જવેલર્સને મળી ‘કેરેટ્સ’ એક્જીબીશનની મુલાકાત લેવા આમંત્રિત કરેલ છે.આ મહાનુભાવો દ્વારા પણ એક્સ્પોની ખાસ મુલાકાત લેવાશે તેવી ઈચ્છા વ્યક્ત કરાઈ હતી.

એક્ઝીબીશન કન્વીનરશ્રી ગૌરવ સેઠીએ જણાવ્યું હતું કે અમદાવાદ અને જયપુર ખાતે યોજાયેલ રોડ- શો માં સુરત ડાયમંડ એસોસિએશનના કારોબારી સભ્યશ્રી મહેશભાઈ કાકડિયા, નટુભાઈ જસાણી અને ધીરુભાઈ સવાણી ગયા હતાં. તેમના દ્વારા ત્યાં ભાગ લઇ રહેલ એકઝીબીટર્સને મળીને સુરત ડાયમંડ એક્સ્પોમાં પધારવા ખાસ આમંત્રણ અપાયું હતું. તેઓએ આમંત્રણનો સહર્ષ સ્વીકાર કરેલ છે.

આગામી સમયમાં પૂર્વ તૈયારીના ભાગરૂપે હજુ વધુ ભારતના વિવિધ શહેરોમાં રોડ- શો કરવામાં આવશે.ઉપરાંત અમેરિકા, લંડન, દુબઈ, હોંગકોંગ સહીત વિદેશમાં સુરત ડાયમંડ એસોસીએશનના સભ્યો ઓફીસ ધરાવે છે.તેઓના માધ્યમથી એક્ઝીબીશનની માહિતી અપાવીને ત્યાંથી વધુમાં વધુ બાયર્સ આવે તે માટે માર્કેટિંગ કરવામાં આવશે.

તેવી જ રીતે સુરત ડાયમંડ એસોસિએશનના ખજાનચી શ્રી મોહનભાઈ વેકરીયા અમેરિકાના લાસવેગાસ ખાતે જવાના હોવાથી તેઓ ત્યાં આ એક્પોનો પ્રસાર- પ્રચાર કરશે.

હાલમાં સુરત ડાયમંડ એસોસિએશનની વેબસાઈટ www.sdasurat.org પર પુર જોશમાં રજીસ્ટ્રેશન શરુ થઇ ગયેલ છે. જોર શોરથી કરાયેલ માર્કેટીંગના કારણે દેશ વિદેશથી બાયર્સ ખુબ મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવી રહ્યાં છે.30 મે-2022 સુધી રજીસ્ટ્રેશન ફ્રી રાખવામાં આવેલ છે. ખાસ તો સુરત હવાઈ, માર્ગ અને રેલ્વે દ્વારા અન્ય મોટા ભારતીય શહેરો સાથે સારી રીતે જોડાયેલ છે તેનો પૂરો લાભ આ એકઝીબિશનને મળે તેવી શકયતા છે.