સુરત ડાયમંડ બુર્સમાં વિશ્વના સૌથી મોટા ઓક્શન હાઉસનું નિર્માણ : હીરા ઉદ્યોગ માટે બનશે ગેમચેંજર
DIAMOND TIMES – આગામી સમયમા સુરતના હીરાઉદ્યોગની ચમક વધે તેમજ રફ કંપનીઓની મોનોપોલીમાથી આઝાદી મળે તેવા ઉજળા સંજોગોનું નિર્માણ થઈ રહ્યુ છે.કારણ કે હીરા ઉદ્યોગના ભાવી બદલવાની ક્ષમતા ધરાવતા સુરત ડાયમંડ બુર્સમાં વિશ્વનું સૌથી મોટું ઓક્શન હાઉસનું નિર્માણ થઈ રહ્યુ છે.ડાયમંડ બુર્સમાં મુંબઈની હીરાની અનેક મોટી કંપનીઓ સુરતમાં સ્થળાંતરીત થવાની છે,તો આંતરરાષ્ટ્રીય બાયર્સ પણ સુરતમાં આવતા થશે.આ પરિવર્તનથી હીરા ઉદ્યોગ સહીત સમગ્ર સુરતની આર્થિક ગતિવિધી વધુ તેજ બનશે.સોનામાં સુગંધ ભળે એવી બાબત તો એ છે કે જીજેઇપીસી સુરત ડાયમંડ બુર્સમાં વિશ્વના સૌથી મોટા ઓક્શન હાઉસનું નિર્માણ કરવાની છે.આ સવલત હીરા ઉદ્યોગ માટે ગેમચેંજર સાબિત થશે.
આમ તો સુરત ડાયમંડ બુર્સ દુનિયાની એક આઠમી અજાયબી સમાન છે.પરંતુ સુરત ડાયમંડ બુર્સમાં 50 હજાર સ્ક્વેર ફૂટની વિશાળ જગ્યામાં નિર્માણ થનાર વિશ્વનું સૌથી મોટૂ ઓક્શન હાઉસ હીરા ઉદ્યોગના વર્ષો જુના સ્વપ્ન સાકાર કરશે. અર્થશાસ્ત્રના નિયમ મુજબ જે સ્થળે કોઇ ઇન્ડસ્ટ્રીઝ વિકસીત હોય તે સ્થળે તેમા વપરાતા કાચા માલનું બજાર આપોઆપ વિકસીત થતુ હોય છે.પરંતુ રફ હીરાના બજાર અંગે તેનાથી વિપરીત સ્થિતિ છે.વિદેશી રફ કંપનીઓ માટે ભારતમાં પ્રતિકુળ સરકારી વેપાર નીતીને કારણે મોટી મુશ્કેલી ઉભી થઈ છે.પરંતુ તેને લઈને જીજેઇપીસી દ્વારા યોગ્ય અને અસર કારક રજુઆતના પગલે અનેક વર્ષો બાદ આગામી મહીનાઓમાં સુરતમાં રફ હીરાનું બજાર વિકસીત થવાના ઉજળા સંજોગો ઉભા થયા છે.
જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દીનેશભાઈ નાવડીઆએ કહ્યુ કે બુર્સના ઓક્શન હાઉસમાં પોલિશ્ડ હીરા,અન્ય રત્નો ઉપરાંત રફ હીરાનું પણ મોટા પાયે ટ્રેડીંગ થશે.જે સુરત ડાયમંડ બુર્સની ખુબ મોટી ઉપલબ્ધી હશે.આ સવલતનો જંગી ફાયદો એ થશે કે વિશ્વની અનેક જાયન્ટ રફ કંપનીઓ પણ અહી રફ હીરાનું ઓક્શન કરશે.જેથી નાની કંપનીઓ સહીત સહુ કોઇ સુરતમાં જ પોતાની જરૂરીયાત મુજબના રફ હીરાની એકદમ વ્યાજબી ભાવે ખરીદી શકશે.
વડાપ્રધાનના હસ્તે સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવાનું આયોજન : રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને અપાશે આમંત્રણ
સુરતના ખજોદમાં વિશ્વના સૌથી મોટા હીરા માર્કેટ અને આઠમી અજાયબી સમાન સુરત ડાયમંડ બુર્સનું નિર્માણ થઈ રહ્યું છે.કુલ 66 લાખ સ્ક્વેર ફૂટમાં થઈ રહેલા બુર્સનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં છે.આગામી જાન્યુઆરીમાં ડાયમંડ બુર્સ નું ઉદ્દઘાટન કરવાનો ટાર્ગેટ છે.જેનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.સાથે સાથે રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમિર પુતિનને પણ આમંત્રણ આપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
સુરત ડાયમંડ બુર્સની ક્ષમતા અને ઉજ્જ્વળ ભવિષ્યને ધ્યાને રાખી વિદેશી રોકાણકારો બુર્સમાં રોકાણ માટે ઉત્સુક
દુબઇમાં આયોજિત થયેલા બિઝનેસ એક્ષ્પોને સમાંતર યોજાયેલી ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી વિષય પર આયોજિત એક અન્ય ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં દુબઇના 10 થી પણ વધુ કાણકારોએ ડાયમંડ બુર્સમાં ઓફિસ ખરીદવા તૈયારી દાખવી છે.દુબઇમાં યોજાયેલી કોન્ફરન્સમાં ડાયમંડ બુર્સને લઈને એક ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન થયુ હતુ . જેમા બુર્સની ક્ષમતા અને સંભાવનાથી વિશ્વના દિગ્ગજ બિઝનેસ મેન પ્રભાવિત થયા હતા.આ કામગીરીમાં દિનેશભાઈ નાવડીયાએ ખુબ જ મહત્વની ભુમિકા નિભાવી હતી.ગુજરાતમાં કયા ક્ષેત્રોમાં રોકાણ કેટલુ લાભદાયી નિવડશે અને સરકાર કઈ રીતે મદદરૂપ થશે સહીતની અન્ય મહત્વની બાબતોથી રોકાણકારોને વાકેફ કરાયા હતા.