મુખ્યમંત્રી ઠાકરે અને જીજેઈપીસી વચ્ચે વર્ચ્યુઅલ બેઠક : જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગની અનેક સમસ્યાઓ નિવારવા જીજેઇપીસીની સફળ રજુઆત

1457
જીજેઇપીસીએ જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રમાં કાર્યરત દરેક કારીગરને કાઉન્સિલ દ્વારા જારી કરાયેલ પરિચય કાર્ડને માન્યતા આપવા,સ્વાસ્થ્ય વીમા કવચ આપવા તેમજ જીજેઇપીસીનું પરિચય કાર્ડ ધરાવનાર ઘરવિહોણા કર્મચારીઓને સરકારની પોષણક્ષમ આવાસ યોજના માટે અગ્રિમતા આપવા સહીતની બાબતોનો રજુઆતમાં સમાવેશ થાય છે.આ ઉપરાંત જીજેઇપીસી દ્વારા રજૂ કરાયેલા અન્ય મુદ્દાઓમાં જ્વેલરી પાર્કની લીઝ અને પેટા લીઝ કરાર પર સ્ટેમ્પ ડ્યુટી પર માફી અને જ્વેલરી પાર્ક માટેની સિંગલ વિન્ડો ક્લિયરન્સ સુવિધા આપવાની પણ જીજેઇપીસીએ સરકાર સમક્ષ માંગણી કરી હતી.

DIAMOND TIMES – મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગત તારીખ 9 એપ્રિલ, 2021 ના ​​રોજ રાજ્યમાં પ્રતિબંધના વર્તમાન સમયગાળા દરમિયાન ભારતીય રત્ન અને ઝવેરાત ઉદ્યોગની જરૂરિયાતોની સમીક્ષા કરવા માટે એક વર્ચ્યુઅલ મીટિંગ યોજી હતી.આ બેઠકમાં મહારાષ્ટ્ર સરકાર વતી મુખ્ય સચિવ સીતારામ કુંટે, આરોગ્ય મંત્રી રાજેશ ટોપે,રાહત અને પુનર્વસન વિભાગના મુખ્ય સચિવ અસીમ ગુપ્તા,મેડીકલ એજ્યુકેશન મંત્રી અમિત દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે હીરા અને ઝવેરાત ઝવેરાત ઉદ્યોગ તરફથી જીજેઇપીસીના અધ્યક્ષ કોલિન શાહ,જીજેઇપીસીના વાઇસ ચેરમેન વિપુલ શાહ,મુંબઈ જ્વેલરી પાર્કના ચેરમેન કિરીટ ભણસાલી અને જીજેઇપીસીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સબ્યસાચી રે ઉપસ્થિત રહ્યા હતા.

આ વર્ચ્યુઅલ બેઠક દરમિયાન અસીમ ગુપ્તાએ સ્પષ્ટતા કરી કે કોરોના સંક્રમણ કાબુમાં આવતાની સાથે જ નાઇટ અને વીક એન્ડ કર્ફ્યુ, દિવસ દરમિયાન લોકોની હિલચાલ પરના પ્રતિબંધો દુર કરી આ કટોકટીનાં પગલામાંથી મુક્તિ આપવામાં આવશે,તેમજ જેમ એન્ડ જ્વેલરી કારોબારની પ્રવૃત્તિઓ છૂટથી કરી શકાશે.રાજ્ય સરકારે હાલની જોગવાઈઓમાં બીડીબીને રસીકરણ કેન્દ્ર ખોલવાની મંજૂરી આપી બીડીબીમાં કાર્યરત કામદારો માટે રેપિડ એન્ટિજેન પરીક્ષણ કેન્દ્ર ખોલ્યા છે.પરંતુ વર્તમાન સમયે હીરા અને ઝવેરાત ક્ષેત્રના કારોબારીઓને સકારની નવી ગાઈડ લાઈનનો અમલ કરવાની અપીલ કરતા કહ્યુ કે ફક્ત જરૂરી હોય એવા કર્મચારીઓને જ કામના સ્થળે બોલાવવામાં આવે જ્યારે અન્ય કર્મચારીઓ ઘરેથી કામ ચાલુ રાખી શકે એવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ.

જીજેઇપીસીના અધ્યક્ષ કોલિન શાહે મુખ્યમંત્રીને રજુઆત કરતા કહ્યુ કે હીરા ઉદ્યોગકારો દ્વારા બેંકિંગ કન્સોર્ટિયમ્સ પાસેથી લોન લેતી વખતે ચૂકવવામાં આવતી ડબલ સ્ટેમ્પ ડ્યુટીને માફ કરવા સરકારે ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. કોલિન શાહે મુખ્યમંત્રીનું ધ્યાન દોરતા કહ્યુ કે મુંબઇમાં કાર્યરત નિકાસકાર કંપનીઓ નોમિનેટેડ એજન્સીઓ પાસેથી સોનાની આયાત કરતી નથી,કારણ કે સોનાની આયાત પર સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈ માત્ર એકલા મહારાષ્ટ્રમાં જ છે. જેથી સોનાની આયાત પર સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈ દુર કરવાથી રાજ્યની આવક વધશે અને કારોબારીઓને ફાયદો થશે.કોલિન શાહે ઉમેર્તુ હતુ કે હીરા અને ઝાવેરાત ઉદ્યોગની સમસ્યાઓ સાંભળાવા બદલ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો આભાર માનુ છુ. કોલિન શાહની ઉપરોક્ત રજુઆતના પગલે આગામી 10-15 દિવસમાં તેનો ઉકેલ લાવવાની ઉદ્ધવ ઠાકરેએ ખાત્રી આપી હતી.

આ ઉપરાંત જીજેઇપીસીએ કેટલીક અન્ય રજુઆતો પણ કરી હતી.જેમા જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રમાં કાર્યરત દરેક કારીગરને કાઉન્સિલ દ્વારા જારી કરાયેલ પરિચય કાર્ડને માન્યતા આપવા,સ્વાસ્થ્ય વીમા કવચ આપવા તેમજ જીજેઇપીસીનું પરિચય કાર્ડ ધરાવનાર ઘરવિહોણા કર્મચારીઓને સરકારની પોષણ ક્ષમ આવાસ યોજના માટે અગ્રિમતા આપવા સહીતની બાબતોનો સમાવેશ થાય છે.આ ઉપરાંત જીજેઇપીસી દ્વારા રજૂ કરાયેલા અન્ય મુદ્દાઓમાં જ્વેલરી પાર્કની લીઝ અને પેટા લીઝ કરાર પર સ્ટેમ્પ ડ્યુટી પર માફી અને જ્વેલરી પાર્ક માટેની સિંગલ વિન્ડો ક્લિયરન્સ સુવિધા આપવાની પણ જીજેઇપીસીએ સરકાર સમક્ષ માંગણી કરી હતી.