DICF અને IHLના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પનું સફળ આયોજન , આગામી સમયમાં પણ સેવાકાર્ય ચાલુ રહેશે: નિલેશ બોડકી

DIAMOND TIMES : સમાજસેવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે સુરતની અગ્રણી સામાજીક સંસ્થા ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન (DICF) અને ઈન્ડિયા હેલ્થ લાઈન (IHL)ના સંયુક્ત ઉપક્રમે નવા વર્ષના શુભારંભે કતારગામ સ્થિત ગહેરા વિધાભવન ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો.

ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન દ્વારા આયોજીત આ ચતુર્થ નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પમાં સવારથી લાભાર્થીઓ મોટી સંખ્યામા ઉમટી પડ્યા હતા. કેમ્પમાં શહેરનાં 15 થી વધુ નામાંકિત તજજ્ઞ MD અને સર્જનકક્ષાની ડોકટર્સની ટીમે સેવા આપી હતી. જેમાં ફીઝિશિયન, હાડકાના સર્જન, પેટના સર્જન, આંખના સર્જન, બાળરોગ નિષ્ણાંત, દાંતના સર્જન, ચામડીના ડૉકટર, સ્ત્રી રોગ નિષ્ણાંત, કપાસી, મહ અને પથરી સહિતના રોગોના નિષ્ણાંતોનો સમાવેશ થતો હતો.

મેડિકલ કેમ્પનું દીપપ્રાગટ્ય ડોક્ટરો અને સામાજીક શ્રેષ્ઠીઓ દ્વારા થયું હતું. માતૃશ્રી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટના ચુનીભાઈ ગજેરા દ્વારા મેડીકલ કેમ્પના આયોજન માટેની કતારગામ સ્થિત ગજેરા વિદ્યાભવન ખાતે પ્રાંગણમાં વ્યવસ્થા કરી આપી હતી.

મેડીકલ કેમ્પમાં સેવા આપનાર તમામનો આભાર : નિલેશભાઈ બોડકી

ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશનના પ્રમુખ અને હીરા વેપારી નિલેશભાઈ બોડકીએ કેમ્પમાં સેવા આપનાર તથા કેમ્પને સફળ બનાવનાર તમામનો આભાર વ્યકત કરતાં કહ્યું કે આગામી સમયમાં પણ સંસ્થા દ્વારા અવિરત પણે સેવાકર્યો ચાલુ રહેશે. તેમણે કેમ્પ અંગે માહીતી આપતા કહ્યું કે ફીઝિશિયન ડૉ. નિરવ ગોંડલિયા અને ડૉ .બાળકૃષ્ણ હિરાણી, હાડકાના સર્જન – ડૉ .કેતન ખેની, પેટના સર્જન ડૉ .વિમલ ધડુક, આંખના સર્જન ડૉ ગૌતમ બેલડિયા, બાળ રોગનાં ડૉ. ઉમેશ ભીમાણી અને ડૉ. પૂર્વેશ ઢાકેચા, દાંતના સર્જન – ડૉ શિવમ બેલાડીયા, ડૉ. સોનલ સોનાણી, ડૉ. નિલય સોનાણી, ડૉ. દૃષ્ટિ કાકડીયા, ચામડીના ડૉકટર – ડૉ. ચેતન કાકડીયા અને ડૉ. ગૌરાંગ ગોયાણી, સ્ત્રીરોગ નિષ્ણાત ડો. નરેશ પાવસીયાએ સેવા આપી હતી.

કઆ તમામ નિષ્ણાંત ડોકટર્સની ટીમે કપાસી, મહ અને પથરી માટે બાબુભાઈ લાખ્યાણી, રમેશભાઈ સુપ્રીમ અને તેમની ટીમ દ્વારા સારવાર કરવામાં આવી હતી. આ સાથે DICF ટિમ, મારુતિ એજ્યુકેશન હબ અને મલ્ટીમિડીયાનાં યુવાઓએ કેમ્પના સફળ આયોજન માટે સેવા આપી હતી. આ કેમ્પમાં શહેરનાં અગ્રણી બિઝનેસમેન, સામાજીક સંસ્થાના આગેવાનો અને ગજેરા ટ્રસ્ટના વસંતભાઈ ગજેરા, ગિરધરભાઈ ગજેરાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.