400 અબજ ડોલરની નિકાસમાં હીરા ઉદ્યોગનું યશસ્વી યોગદાન

શાબાશ ઇન્ડીયા : મોદીની સિંહ ગર્જનાથી પ્રેરાઈને પડકારો વચ્ચે પણ 400 અબજ ડોલરની નિકાસનો લક્ષ્યાંક સિધ્ધ કરી બતાવ્યો

DIAMOND TIMES – ‘કોન કહેતા હૈ સુરાખ આસમા મે હો નહી શકતા,એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારો’ આ વાક્યનો ઉપયોગ લોકોને પ્રેરણા આપવા માટે થાય છે.જ્યારે કોરોના મહામારીના સમયમાં સમગ્ર ભારતમાં ઘોર નિરાશા હતી ત્યારે ભારતનો નરેન્દ્ર નામનો કેસરી સિંહ ગર્જ્યો હતો.


વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સિંહ ગર્જના પછી દરેક ભારતિયના મનમા એક નવો જોમ અને જુસ્સો આવ્યો હતો.એ સમયે વડાપ્રધાને નાણાકીય વર્ષ દરમિયાન 400 અબજ ડોલરની નિકાસ લક્ષ્યાંક સિધ્ધ કરવાનો સાહસિક ઉદ્યોગ પતિઓને એક પડકાર ફેકંયો હતો.બીજી તરફ વડાપ્રધાનના પડકારનો સાહસિક ઉદ્યોગપતિઓએ સહર્ષ સ્વીકાર કર્યો હતો.આખરે તેનુ સકારાત્મક અને ઉત્સાહજનક પરિણામ મળ્યુ છે.વડાપ્રધાને આપેલો 400 અબજ ડોલરની નિકાસનો લક્ષ્યાંક ભારતના કારોબારીઓએ સિધ્ધ કરી બતાવ્યો છે.

નિશાન ચુક માફ,નહી માફ નીચુ નિશાન,આ વાક્ય ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એક આગવી ઓળખ બની ચુક્યુ છે.નરેન્દ્રભાઈએ તેમના પ્રેરક પ્રવચનમાં અનેક વખત કહ્યું છે કે વિઝન અને લક્ષ્યાંક હંમેશા મોટા રાખવા જોઇએ. મોટા વિઝન સાથે કામ કરવાની તેમની ક્ષમતા બેજોડ છે.

વડાપ્રધાનના વ્યક્તિત્વ વિશે કહેવાય છે કે તેમને ચાહો અથવા નફરત કરો,પરંતુ તેને એવોઈડ નહી કરી શકો.આ વાતને સાબિત કરતી તાજેતરની ઘટના એ છે કે ભારતના કટ્ટર દુશ્મન પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પણ નરેન્દ્રભાઈ ની બેજોડ કામગીરીની પ્રસંશા કરવી પડી છે.કોઇ પણ વ્યક્તિની કામગીરીની તેના દુશ્મનનો બે મોઢે પ્રસંશા કરે તેનાથી મોટી સફળતા કે સિધ્ધિ બીજી કઈ હોઇ શકે ખરી ??

કોરોના મહામારી બાદ દેશમાંથી થતી નિકાસમાં સતત વધારો જોવા મળ્યો છે.

આફતને અવસરમાં પરિવર્તિત કરવામાં વડાપ્રધાન મોદી માહેર છે.કોરોનાના કારણે આવી પડેલી વૈશ્વિક કટોકટીથી વિશ્વના અનેક દેશોને ચીન પ્રત્યે ભારે રોષ હતો. કોરોનાના સંક્રમણને કાબુમાં કરવા અને લોકોની મહામુલી જીંદગી બચાવવા ભારતમાં લોકડાઉન લાદવામાં આવ્યુ હતુ.

જેના કારણે ભારતના અર્થતંત્ર પર પણ મોટી આફત આવી પડી હતી.પરંતુ તેનાથી વિચલિત થવાના બદલે આફતને અવસરમાં ફેરવવા વડાપ્રધાને ભારતના ઉદ્યોગકારોનું મનોબળ વધાર્યુ હતુ. કોરોના મહામારી ફેલાવવામાં ચીન જવાબદાર હોવાના આક્ષેપ સાથે વિશ્વના અનેક દેશો ચીનથી નારાજ હતા. તો મોટા ભાગના દેશોએ ચીન સાથે વેપાર ઘટાડયો હતો.આ તકનો ફાયદો ઉઠાવી વડાપ્રધાને ગરમ લોઢા પર સમયસર હથોડો ઝીંક્યો હતો.

દેશમાંથી થતી નિકાસ વધારવા સરકારી વિભાગ અને ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાઓને દોડતી કરી દીધી હતી.

સર્વગુણ સંપન્ન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મેનેજ્મેન્ટમાં પણ માસ્ટરી અને ગજબની નિર્ણય શક્તિ ધરાવે ધરાવે છે.ઉપરાંત વિવિધ સરકારી વિભાગોમાં તેમની જબરી વહીવટી પક્કડ છે.વડા પ્રધાનની આ વિશેષ ક્ષમતાનો વિશ્વના દેશોને અનેક વખત પરિચય થઈ ચુકયો છે.

યુક્રેન કટોકટીમાં યુક્રેનમાં અભ્યાસ કરતા ભારતિય વિદ્યાર્થીઓને દેશમાં પરત લાવવાની કામગીરી,રશિયા સાથે રૂપે-રૂબલ વિનિમય અને જંગી ડીસ્કાઉન્ટથી રશિયા સાથે કરેલો ક્રુડ ઓઈલનો સોદો તાજેતરના ઉદાહરણ છે.તો પાકિસ્તાન સામે એરસ્ટ્રાઈક,કાશ્મીરમાં 370 ની કલમને હટાવવાની કામગીરી સહીતના ભુતકાળની બેજોડ કામગીરીના અનેક ઉદાહરણો છે.


યુક્રેનમાં અભ્યાસ કરતા ભારતિય વિદ્યાર્થીઓને દેશમાં પરત લાવવાની કામગીરીમાં તેમણે જેતે સરકારી વિભાગોને દોડતા કરી દીધા હતા.બરાબર એ જ પ્રકારે તેમણે ભારતની નિકાસ વધારવા વિવિધ સરકારી વિભાગ અને ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાઓને દોડતી કરી દીધી હતી.

પરિણામે નિકાસની આડે આવતા અવરોધો દુર થયા હતા.ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO) ના ડાયરેક્ટર જનરલ અજય સહાયે જણાવ્યું કે નિકાસ 400 અબજ ડોલરને પાર થવી એક નોંધપાત્ર સિદ્ધિ છે.કારણ કે કન્ટેનરની અછત, ઉંચી સપાટીએ આંબી જતા નૂર ભાડા,લોજિસ્ટિક પડકારો છતાં એક વર્ષમાં 110 બિલિયન ડોલરની નિકાસ વધી છે.

વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા અહેવાલ અનુસાર પેટ્રોલિયમ ઉત્પાદનો,એન્જિનિયરિંગ, જેમ્સ એન્ડ જ્વેલરી અને કેમિકલ્સ જેવા ક્ષેત્રોની નિકાસમાં ઝડપી વધારો થયો છે.નાણાકીય વર્ષમાં પ્રથમ વખત દેશની નિકાસ 400 અબજ ડોલરને ક્રોસ થઇ ચૂકી છે. મર્ચેન્ડાઇઝની નિકાસ 2020-21માં 292 ડોલરની નિકાસ સામે 21 માર્ચ સુધી 2021-22 માં 37 ટકા વધીને 400.8 અબજ ડોલર થઈ છે. અગાઉ 2018-19માં આઉટ બાઉન્ડ શિપમેન્ટ 330.07 અબજ ડોલરના રેકોર્ડને સ્પર્શી ગયું હતું.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે ભારતે 400 અબજ ડોલરના માલસામાનની નિકાસનું મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું હતુ.પ્રથમ વખત આ લક્ષ્યાંક હાંસલ કર્યો છે.આ માટે ખેડૂતો, કારીગરો,એમએસએમઇ, ઉત્પાદકો, નિકાસકારોને શુભેચ્છા આપું છું.

આપણી આત્મનિર્ભર ભારત યાત્રામાં આ સિધ્ધિ એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે.તેમણે ઉમેર્યુ કે કોવિડ-19 મહામારી અને રશિયા-યુક્રેન યુદ્ધ સહિતની તમામ પ્રતિકૂળતાઓ છતાં ભારતે તેમની ક્ષમતા સાબિત કરી બતાવી છે.વિવિધ સરકારી વિભાગોનું નિકાસકારો સાથે ગાઢ જોડાણ અને તેમની સમસ્યાઓનું ઝડપી નિરાકરણનું આ પરિણામ છે.

400 અબજ ડોલરની નિકાસમાં હીરા ઉદ્યોગનું યશસ્વી યોગદાન

ભારતે નાણાકીય વર્ષમાં પ્રથમ વખત 400.8 અબજ ડોલરની નિકાસનો આંકડો પાર કર્યો છે.જેમાં જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનો હિસ્સો 10% છે.એપ્રિલ 2021 અને ફેબ્રુઆરી 2022 વચ્ચેના સમય ગાળામાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ 63% વધી રૂ. 2.70 લાખ કરોડ થઈ હતી.બીજી તરફ 2019-20 ની તુલનાએ તે 12.19% વધી છે.

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન કોલિન શાહના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નિર્ધારિત 400 બિલિયન ડોલરની નિકાસના મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંકમાં યોગદાન આપવા માટે જેમ અને જ્વેલરી ઉદ્યોગ કામ કરી રહ્યો છે.


જેમ એન્ડ જ્વેલરી સેક્ટરે લગભગ 10 ટકા યોગદાન આપ્યું છે. આ વર્ષે સરકારે જેમ્સ અને જ્વેલરીની નિકાસનું લક્ષ્ય રૂ. 3.8 લાખ કરોડ નક્કી કર્યું છે.UAE સાથે વ્યાપક આર્થિક કરાર સાથે, મધ્ય પૂર્વથી જ લગભગ 8 લાખ કરોડની નિકાસ થવાની અપેક્ષા છે.સરકાર ટૂંક સમયમાં કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા સાથે સમાન કરાર પર હસ્તાક્ષર કરશે, જેનાથી દેશની જેમ્સ અને જ્વેલરીની નિકાસને વેગ મળવાની અપેક્ષા છે.

ભારત લક્ષ્ય સુધી પહોંચવાનું સાહસ દર્શાવે છે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતે પહેલી વખત 400 અબજ ડોલર એટલે કે 30 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની વસ્તુઓની નિકાસનું લક્ષ્ય હાંસલ કર્યું છે.

દેશના 1.25 લાખ નાના ઉદ્યોગ સાહસિકો અને દુકાનદારોએ સરકારી ઓન લાઈન ખરીદીના પોર્ટલ ગવર્મેન્ટ ઈ-માર્કેટ પ્લેસ (જેઈએમ) મારફત એક વર્ષમાં રૂ. 1 લાખ કરોડથી વધુના મૂલ્યની વસ્તુઓ સીધી જ સરકારને વેચી છે.વડાપ્રધાને કહ્યું કે આ જ તો નવું ભારત છે, જે મોટા સપનાં બતાવવા ની સાથે તે લક્ષ્ય સુધી પહોંચવાનું સાહસ પણ દર્શાવે છે.