ભારત-ચીન વચ્ચે સરહદી વિવાદ ઉકેલવા 16 કલાકની સફળ મેરેથોન મીટીંગ

161

પેંગોંગ ઝીલની જેમ જ ગોગરા અને હોટસ્પ્રિંગના મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા બંને વચ્ચે સહમતિ સધાઈ, કોર કમાન્ડર સ્તર પરની વાતચીતમાં રેન્ડમ વિષયો પર થયેલી ચર્ચામાં બંને દેશોએ પશ્ચિમી સેકટર (વેસ્ટર્ન સેકટર)સહીત અન્ય સરહદી વિવાદો ઉકેલવા વિચારોની આપ-લે કરી હતી.

ડાયમંડ ટાઈમ્સ
ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદ ઉકેલવા મોલ્ડો- ચુશૂલ બોર્ડર પર કોર કમાન્ડર સ્તરની બેઠક મળી હતી.સરહદી વિવાદ ઉકેલવા 16 કલાકની સફળ મેરેથોન મીટિંગમાં પેંગોંગ ઝીલની જેમ જ ગોગરા અને હોટસ્પ્રિંગના મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા બંને દેશો સહમત થયા છે.બંને દેશો વચ્ચે અગાઉ મળેલી બેઠકમાં પૂર્વી લદ્દાખમાં તૈનાત પોત-પોતાના સૈનિકોને પરત હટાવવા મામલે ચીન અને ભારત સહમત થઇ ચૂકયા છે.જેનાથી એપ્રિલ-૨૦૨૦થી ચાલી રહેલો દશેક મહીના અગાઉનો જૂનો વિવાદ સમાપ્ત થયો છે.

આ પ્રક્રિયા બાદ હવે બંને દેશોની વચ્ચે કોર કમાન્ડર સ્તર પર દશમી બેઠક મળી હતી.આ બેઠકમાં બંને દેશોએ પેંગોંગ ઝીલથી ફ્રન્ટલાઇન પર લડી રહેલા સૈનિકોને હટાવવા માટે કરવામાં આવેલા પ્રયાસોને લઇને સકારાત્મક પ્રતિભાવ આપી આ પ્રયાસોની પ્રશંસા કરી હતી.આ બેઠકમા પેંગોંગ ઝીલથી જે રીતે સૈનિકોને હટાવીને સીમા પર તણાવ ઓછો કરવામાં આવ્યો છે બરાબર તે રીતે બાકીના સરહદી ક્ષેત્રો માટે ચાલી રહેલા વિવાદોને સમાપ્ત કરવા માટે આ પ્રયાસોને એક ઉત્તમ ઉદાહરણ તરીકે ગણાવ્યુ હતુ.આ વાતચીતની પ્રક્રીયાથી પૂર્વી સેકટર વિવાદ મામલાને પણ ઉકેલી શકવાની આશા બંધાણી છે. કોર કમાન્ડર સ્તર પર થયેલી વાતચીતમાં રેન્ડમ વિષયો પર થયેલી ચર્ચામાં બંને દેશોએ પશ્ચિમી સેકટર (વેસ્ટર્ન સેકટર) વિવાદ ઉકેલવા અંગે પરસ્પર વિચારોની આપ-લે કરી હતી. બંને પક્ષએ પોત-પોતાના નેતાઓની અંદરો અંદરની સહમતિને ફોલો કરવા માટે તૈયાર થયા છે.ઉપરાંત આગળની વાતચીત શરૂ રાખવા,ઉગ્ર સ્થિતિને નિયંત્રિત કરવા તૈયારી દર્શાવી હતી.બંને દેશો ડેપ્સાંગ સહીતનાં વિવિધ વિવાદિત ક્ષેત્રો માટે મિલિટ્રી અને રાજનૈતિક લેવલ પર વાતચીત કરવા રાજી થયા છે.