હીરાની મદદથી પૃથ્વીની ઉમર જાણવામાં સંશોધનકારોને મળી સફળતા

703

DIAMOND TIMES- તાજેતરમાં જ સંશોધનકારોએ કેનેડામાંથી મળી આવેલા હીરાની મદદથી પૃથ્વીની ઉમર નિર્ધારીત કરી છે.તેમનુ કહેવુ છે કે હીરા ટાઈમ કેપ્સ્યુલ્સ તરીકે અસરકારક રીતે કાર્ય કરે છે. હીરાની અંદર થોડી માત્રામા રહેલા ગેસ સહીત અન્ય કસર પૃથ્વીના આવરણની રચના વખતે તે સમયે થયેલી રાસાયણિક રચનાને પ્રતિબિંબિત કરે છે. જેનો ગહન અભ્યાસ કરીને સંશોધનકારોએ પૃથ્વીની ઉમર 2.7 અબજ વર્ષ હોવાનું નિર્ધારીત કર્યુ છે. સંશોધનકારો કહે છે કે હીરાની અંદરથી પ્રાપ્ત મજબુત પુરાવાના આધારે પૃથ્વીની ઉમર નિર્ધારીત કરવામાં આવી છે.

હીરા સમયની તુલનાએ શાશ્વત અને આદર્શ ટાઈમ કેપ્સ્યુલ્સ : ફ્રાન્સની લોરેન યુનિવર્સિટીના મુખ્ય સંશોધનકાર માઇકલ બ્રોડલી

તાજેતરમાં સ્વીત્ઝરલેન્ડમાં વર્ચ્યુઅલ રીતે યોજાયેલી ગોલ્ડસ્મિડટ જિયોકેમિસ્ટ્રી સંમેલનને સંબોધતા ફ્રાન્સની લોરેન યુનિવર્સિટીના મુખ્ય સંશોધનકાર માઇકલ બ્રોડલીએ જણાવ્યું હતું કે હીરા સમયની તુલનાએ અવિનાશી એટલે કે શાશ્વત છે.જેથી તે એક આદર્શ ટાઇમ કેપ્સ્યુલ્સ છે.આપણે જ્યારે હીરાને નિહાળીએ ત્યારે માત્ર તેની સુંદરતા ને જ કેન્દ્રમાં રાખતા હોઈએ છીએ. પરંતુ હીરાની સુંદરતાની સાથે તેના કેટલાક અન્ય પણ સકારાત્મક પાસા છે.તેમણે કહ્યુ કે સંશોધન કારોની ટીમે લેક ​​સુપીરીયર નજીક વાવા ખાતે મળી આવેલા અતિ દુર્લભ હીરાનો સંશોધન માટે ઉપયોગ કર્યો હતો . ઉલ્લેખનિય છે કે વાવા એ કેનેડિયન પ્રાંતમાં ઓન્ટારિયોમાં આવેલું એક ટાઉન છે. અમે આ અતિ દુર્લભ હીરાને ગ્રેફાઇટ માં રૂપાંતરિત કરવા 2000 સેન્ટીગ્રેટ ઉષ્ણતામાને ગરમ કરતા હીરામાથી અત્યંત અલ્પમાત્રામાં હાઇડ્રોજન અને નાઇટ્રોજન ગેસ મળી આવ્યો હતો.જેના આધારે પૃથ્વીની ઉમર અંગે સંશોધનકારોને માહીતી ઉપલબ્ધ થઈ છે.