કોરોનાની સારવારને આયુષ્યમાન ભારત યોજનામાં સમાવેશ કરવા ડાયમંડ વર્કર યુનિયનની રજુઆત

DIAMOND TIMES – જો કોઇ રત્નકલાકાર કોરોનાથી સંક્રમિત થાય અને તેને આધુનિક સારવારની આવશ્યકતા ઉભી થાય તો સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા રત્નકલાકારોને મોંઘી સારવાર મેળવી શકે તેમ નથી.જેથી આ બાબતને ધ્યાનમાં રાખી સરકારની અમૃતમ અને આયુષ્યમાન ભારત યોજના હેઠળ કોરોનાની સારવારને આવરી લેવામાં આવે તો ઉપરોક્ત બંને યોજના હેઠળ રત્નકલાકારો પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોના વાયરસની સારવાર લઈ શકે તે માટે ડાયમંડ યુનિયન ગુજરાતે કલેકટરને પાઠવેલા આવેદન પત્ર દ્વારા ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલને રજુઆત કરી છે.

આજરોજ કલેક્ટરને સોંપેલા આવેદન પત્રમાં ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રમેશ ઝીલરીયા અને ઉપપ્રમુખ ભાવેશ ટાંકે રજુઆત કરતા કહ્યુ છે કે વધતી જતી કોરોના મહામારી વચ્ચે જો કોઇ રત્નકલાકારને પ્રાઇવેટ હોસ્પિટલમા સારવાર લેવાની આવશ્યકતા ઉભી થાય તો રત્નકલાકારો ભારે આર્થિક સંકટમાં આવી જાય તેમ છે.જેથી હીરાઉધોગમાં કાર્યરત રત્નકલાકારો સહિત મધ્યમ વર્ગના લોકોને પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ કોરોનાની સારવાર વિના મૂલ્યે પ્રાપ્ત થાય એ બાબતને ધ્યાનમાં રાખી સરકાર તાત્કાલીક યોગ્ય નિર્ણય કરે તેવી નમ્ર વિનંતી છે.