જ્વેલરી સ્ટોરમાં કામ કરતી વિદ્યાર્થીની પર 5 લાખ ડોલરની છેતરપીંડીનો આરોપ, જાણો શું છે મામલો

61

DIAMOND TIMES : અમેરિકાના મેસેચ્યુસેટ્સ ખાતે બર્લિગ્ટનમાં જ્વેલરી સ્ટોરમાં કામ કરતી એક ટીનએજ વિદ્યાર્થીની પર 500,000 ડોલરના ક્રેડિટ કાર્ડ સ્કેમનો આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસનો આરોપ છે કે 19 વર્ષીય એરિયલ ફોસ્ટરે ટેસ્લા કાર પર 35,000 ડોલર, ડેલ્ટા એરલાઈન્સ સાથે લગભગ 6,000 ડોલર. માયુ, હવૈઈમાં એક હોટલમાં 20,000 ડોલરથી વધુ અને લુઈ વિટનની ખરીદીમાં લગભગ 5,000 ડોલર ખર્ચ કર્યા હતા.

પોલીસ તપાસમાં બહાર આવ્યુ હતુ કે બર્લિંગ્ટન મોલમાં જ્વેલરી સ્ટોર લોવિસા ખાતે ગ્રાહ્કો દ્વારા ક્રેડીટ કાર્ડ દ્વારા થયેલા પેમેન્ટના આઠ ટ્રાન્ઝિક્શનમાં બિલની ચુકવણીની તુલનાએ વધુ રકમ વસુલવામાં આવી હતી.ત્યારબાદ કથિત રીતે આ વધારાની રકમ ફોસ્ટરના બેંક તામાં રિફંડ કરવામાં આવી હતી.

ટ્રાન્ઝેક્શનમાં કુલ 547,187 ડોલરનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.પોલીસ દ્વારા આ કેસમાં ફોસ્ટરની 8 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે પોલીસે બોસ્ટનમાં તેના ઘર અને મેસેચ્યુસેટ્સના ઔબર્ન્ડેલમાં ખાનગી લેસેલ યુનિવર્સિટીમાં તેના બેડરૂમમાં સર્ચ વોરંટનો ઉપયોગ કરીને રેઇડ કરી હતી. જો કે આ સ્કેમમાં વોબર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હાજર થયા બાદ તેણીને જામીન પર મુક્ત કરવામાં આવી હતી.