DIAMOND TIMES- આગામી 4 થી 22 નવેમ્બર દરમિયાન હીરા ઉદ્યોગમાં આવનારા દીવાળી વેકેશન પહેલા હીરા ઉદ્યોગકારો ઓર્ડર પુર્ણ કરવાની મથામણ કરી રહ્યા છે.બીજી તરફ અમેરીકા-યુરોપ,ચીન સહીતના વૈશ્વિક બજારોની મજબુત માંગ ડાયમંડ અને જ્વેલરીના વેપારને ગતિ આપી રહ્યા છે.આગામી તહેવારો અને લગ્નસરાની સિઝનમાં વેંચાણ વધવાની અપેક્ષાઓ છે.
ફેન્સી હીરા બજાર મજબૂત હોવાથી કિંમતો ઊંચી અને સ્થિર છે.F-J, VS-SI કેટેગરીના 1.20 થી 3.99 કેરેટ વજન સુધીના હીરાની જબરી માંગ વચ્ચે પુરવઠાની ભારે તંગી છે.ફેન્સી આકારના હીરા જડીત સગાઈ રિંગ્સના વેચાણમાં વધારો નોંધાયો છે.ઓવલ કટ,પિયર્સ,એમરાલ્ડ પ્રિન્સેસ અને લોંગ રેડીયન્ટ્સ અને માર્ક્વિઝ માટે ઓર્ડરમાં વધારો થયો છે.ઉચ્ચ ગુણવત્તા યુકત એક્સેલન્ટ કટના મોટી સાઈઝના હીરાના ભાવમાં પ્રિમિયમ બોલાઈ રહ્યા છે.
અમેરીકામા આગામી વેકેશન પહેલા જ્વેલર્સ ભારે ઉત્સાહિત છે.અહેવાલ મુજબ મોટા ભાગના નાગરીકો રજાની મજા માણવા ઉત્સુક છે.આગામી માંગ વધવાની અપેક્ષાઓ વચ્ચે ડીલરો અને ઝવેરીઓ માલનો જરૂરી પુરવઠો ભરવામાં વ્યસ્ત છે.G-H, VS-SI કેટેગરીના 1 થી 1.50 કેરેટ હીરાની સારી માંગ છે.બેલ્જિયમના વેપારીઓ સકારાત્મકત અભિગમ સાથે અમેરીકાની માંગને કેન્દ્રમાં રાખીને કામ કરી રહ્યા છે.1 થી 2 કેરેટના હીરાની સારી માંગ છે.જ્યારે 4 થી 5 કેરેટના હીરામાં નરમાઈ છે.
ઈઝરાયેલના ડીલરોને વૈશ્વિક બજારો તરફથી મજબૂત ઓર્ડર છે.પરંતુ ઉંચા રિપ્લેસમેન્ટ ખર્ચ, કીંમતમાં તફાવત અને ઇન્વેન્ટરીની અછતને કારણે કેટલાક સપ્લાયર્સ વેપાર ગુમાવી રહ્યાં છે.G-J, VS-SIs કેટેગરીના 1 થી 2 કેરેટના રાઉન્ડ કટ હીરાની માંગ છે.પરંતુ રફ હીરાની ઉંચી કીંમતથી ચિંતા વધી રહી છે.
હીરા ઉદ્યોગના હબ ગણાતા સુરતમાં આગામી દીવાળી વેકેશન પુર્વે ઓર્ડરપુર્ણ કરવાની મથામણ વચ્ચે પોલિશ્ડ ઉત્પાદન ધીમું પડી રહ્યુ છે . મુંબઈનું હીરા બજાર આગામી 9 નવેમ્બર સુધી દીવાળી વેકેશનના કારણે બંધ રહેશે.આવી સ્થિતિ વચ્ચે મુંબઈમાં D-H, VS-SIs અને H-J કેટેગરીમા અનુક્રમે ના 1 થી 3 કેરેટ તેમજ 3 કેરેટ વજનના હીરાની મજબૂત માંગ છે.ખરીદદારો એક્સેલન્ટ કટના હીરાની ખરીદીને પ્રાધાન્ય આપી રહ્યાં છે.
હોંગકોંગનું હીરા બજાર ધીમે ધીમે સુધરી રહ્યું છે.D-J, VS-SI કેટેગરીના 1 કેરેટ વજનના હીરાની માંગ સ્થિર છે.ફેન્સી આકારના હીરામાં એમરાલ્ડ, હાર્ટ શેઇપમાં D-H, VVS-VS કેટેગરીના 1 થી 2 કેરેટ સુધીના ફેન્સી આકારના હીરાની જબરી ડીમાન્ડ વચ્ચે સારી રીતે વેચાય રહ્યા છે.આગામી ક્રિસમસના તહેવારમાં રિટેલ વેચાણમાં વધારો થવાની અપેક્ષાઓ છે.આગામી લગ્નસરાની સિઝનને અનુલક્ષીને સગાઈની વીંટી અને બ્રાઈડલ કલેક્શનમાં મજબૂત રસ જોવા મળી રહ્યો છે.