10.8 કેરેટ પ્લસના રફ હીરાના વેંચાણ થકી અલરોઝએ 32 મિલિયન ડોલરનો વકરો કર્યો

631

DIAMOND TIMES- રશિયાની અગ્રણી રફ ઉત્પાદક કંપની અલરોઝાએ ગત મે અને જુન-2021 માં એન્ટવર્પ, દુબઈ અને ઈઝરાયેલમાં 10.8 કેરેટથી વધુ વજનના રફ હીરાની હરાજી કરી હતી. આ હરાજીમાં 400 લોટમાં કુલ 6,600 કેરેટ વજનના હીરાના વેંચાણ થકી 32.4 મિલિયન ડોલરનો વકરો કર્યો હતો. અલરોઝાને 10.8 કેરેટથી મોટી સાઈઝના રફ હીરાની પ્રતિ કેરેટ સરેરાશ 4,909 ડોલરની કીંમત પ્રાપ્ત થઈ હતી.

રશિયન સરકારના કાયદાઓ મુજબ 10.8 કેરેટ કે તેથી વધુના એટલે કે વિશેષ કદ ધરાવતા મોટા રફ હીરાને સરકારી સંપતિ તરીકે મુલવણી કરવામાં આવે છે. મોટી સાઈઝના મુલ્યવાન અને દુર્લભ રત્નોને સરકારી તિજોરીમા રાખવામાં આવે છે.આવા હીરાનું ઓપન બજારમાં વેંચાણ કરી શકાતા નથી.પરંતુ અલરોઝાએ રફ ઓક્શનની 100 મી એનિવર્સરી ના સન્માનમાં ખાસ પરવાનગી હેઠળ આ આંતરરાષ્ટ્રીય હરાજી નું આયોજન કર્યુ હતુ. અગાઉ વર્ષ 2003માં મોસ્કો સ્થિત યુનાઇટેડ સેલ્સ ઓર્ગેનાઇઝેશનમાં પણ ખાસ કેસ હેઠળ અલરોઝાએ મોટા કદના હીરાની હરાજી કરી હતી.

સફળતાનું સીમાચિહ્ન સ્થાપિત કરીને અલરોઝા દુબઈ રફ જ્યુબિલી ઓક્શનને ખાસ અને યાદગાર બનાવ્યુ હતુ. દુબઇ રફ ઓક્શનમાં 21.7 x 31.3 x 41.9 મીલિમીટર ડાયમેન્શન ધરાવતાં જેમ ક્વોલિટીનાં 242 કેરેટના મુલ્યવાન અને અત્યંત દુર્લભ ગણાતા ખાસ રફ હીરાને હરાજીમાં મુકવામાં આવ્યા હતા.જેને લઈને હીરા ઉદ્યોગમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી.

અલરોઝાના  ડેપ્યુટી સીઈઓ એવજેની એગ્યુરિવે જણાવ્યું હતું કે એન્ટવર્પ હરાજીમાં બેલ્જિયમ, ઇઝરાયેલ, ભારત, કેનેડા, અને યુએઈની 25 કંપનીઓએ 142 લોટની 10.4 મિલિયન ડોલરની ખરીદી કરી હતી. દુબઇ ઓકશન માં બેલ્જિયમ,ભારત, ઇઝરાયેલ અને યુએઈના 23 કંપનીઓએ 141 હીરાની ખરીદી પાછળ 10.7 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો. જ્યારે ઈઝરાયેલ ઓક્શનમાં સ્થાનિક અને ભારતની મળી કુલ 38 કંપનીઓએ 123 હીરાની 11.3 મિલિયન ડોલરમાં ખરીદી કરી હતી.