મુંબઈમાં આજથી કડક નિયંત્રણો : પંચરત્ન અને ધનજી સ્ટ્રીટ હોલ બંધ

1150

DIAMOND TIMES – મહારાષ્ટ્રમાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવાં ‘બ્રેક ધ ચેન’ અભિયાન હાથ ધરાયુ છે. જેને અનુલક્ષીને મુંબઈમાં પણ આજરોજ 22 એપ્રિલના રાત્રે 8 વાગ્યાથી નવા નિયમો લાગુ થશે.જેમાં લોકલ ટ્રેનોમાં ફક્ત સરકારી કર્મચારીઓ,અતિ જરૂરી સેવા આપનારા તેમજ મેડિકલ સ્ટાફને જ પ્રવાસની છૂટ અપાશે.

ભારત ડાયમંડ બુર્સની મેનેજીંગ કમિટી અને જીજેઈપીસી દ્વારા જેમ એન્ડ જ્વેલરીના નિકાસલક્ષી એકમોને ચાલુ રાખવા કરાયેલી સતત રજુઆતના પગલે હીરા અને અન્ય રત્નોના પરિક્ષણ માટેની ગ્રેડીંગ લેબ,બેંકો અને કસ્ટમ ઓફીસ સહીત નિકાસલક્ષી ઉદ્યોગની કેટેગરીમાં આવતા જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને લોકડાઉનથી મુક્તિ આપવામાં આવી છે.ભારત ડાયમંડ બુર્સમાં નિકાસકાર કંપનીઓની ઓફીસો કોરોનાની કડક ગાઈડ લાઇન હેઠળ કાર્યરત રહેશે.ઉપરાંત MIDC સહીત અન્ય વિસ્તારમાં કાર્યરત નિકાસકાર જ્વેલરી કંપનીઓ તેમના કામકાજ ચાલુ રાખી શકશે.પરંતુ પંચરત્ન અને ધનજી સ્ટ્રીટ હોલ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.જેને પગલે હીરા ટ્રેડીંગ પર અસર પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.