JCKમાં ગૂંજશે STPLની ભારતીય ડાયમંડ પ્રોસેસીંગ ટેક્નોલોજી.

DIAMOND TIMES – સુરત સ્થિત અગ્રણી ડાયમંડ પ્રોસેસિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર કંપની STPL પોતાની ટેક્નોલોજીનો ડંકો વગાડવા અમેરિકાના લાસ-વેગાસ સ્થિત વેશ્વિક સ્તરના જેમ એન્ડ જ્વેલરી શો -JCK માં ભાગ લઇ રહ્યું છે. તાજેતરમાં જ લેસર મશીનની સહુથી વધુ નિકાસ કરી આ ક્ષેત્રે નંબર વન સ્થાન પ્રાપ્ત કરવા બદલ STPLને લેસર મશીન કૅટેગરીમાં એક્સપોર્ટર ઓફ-ધ-યર 2021-2022 એવોર્ડ SurSEZ દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો.

અહીં ઉલ્લેખનીય છે કે, ભારતમાં ડાયમંડ પ્રોસેસીંગ માટે લેસર ટેક્નોલોજી સૌ પ્રથમ STPLએ રજુ કરી હતી અને ભારતને ડાયમંડ પ્રોસેસીંગ માં વિશ્વ સ્તરે ખ્યાતિ અપાવી હતી.

આજે STPL વૈશ્વિક ઇવેન્ટ JCK માં ભાગ લઇ રહ્યું છે જે દરેક ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓ માટે ગર્વ કરવા જેવી બાબત છે. સમગ્ર વિશ્વમાંથી હીરા ઉદ્યોગને લગતા વ્યાપારીઓ,વિદ્યાર્થીઓ અને ઈકોનોમિસ્ટ્સ JCK ની મુલાકાત લેશે જેમાં STPLની ડાયમંડ પ્રોસેસિંગ ટેક્નોલોજીનો અભ્યાસ કરશે.

STPLનાં આધુનિક ટેકનોલોજિકલ સોલ્યુશન્સ લેસર ટેક્નોલોજીને આગળ ધપાવે છે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન સુનિશ્ચિત કરે છે. STPL કંપની ક્રિએટીવ અને ઇનોવેટિવ ટેલેન્ટ ધરાવે છે જે હીરા ઉદ્યોગમાં શ્રેષ્ઠતા લાવવાના લક્ષ્યને સમર્પિત છે.આજે સમગ્ર વિશ્વમાં 35થી અધિક દેશો અને છ ખંડોમાં STPLની 20000 થી વધુ ડાયમંડ પ્રોસેસિંગ ટેકનોલોજીસ કાર્યરત છે.