STPLની યશકલગીમાં વધુ એક સિદ્ધિ ઉમેરાઈ: લેસર મશીનની સહુથી વધુ નિકાસ બદલ SurSEZ એવોર્ડ થી સમ્માનિત

DIAMOND TIMES –  STPL એ હીરાને તૈયાર કરવાના દરેક તબક્કાને સરળ બનાવતી અત્યંત આધુનિક મશીનરી નું ઉત્પાદન કરતી સુરતની અગ્રણી ટેકનોલોજી કંપની છે. જેમણે ડાયમંડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં ટેકનોલોજીસની વિસ્તૃત શ્રેણી તથા મૂલ્ય આધારિત અભિગમથી પોતાની આગવી અને અત્યંત મજબૂત વૈશ્વિક ઓળખ ઊભી કરી છે.

૧૯૯૩ માં સ્થાપિત STPL હીરા ઉદ્યોગ માટે અત્યાધુનિક ટેક્નોલોજિકલ સોલ્યુશન્સ ડેવલપ કરે છે. આજે સમગ્ર વિશ્વના હીરા ઉદ્યોગમાં STPL એક માત્ર એવી કંપની છે જે ડાયમંડ એનાલિસિસ અને પ્લાનિંગ, ડાયમંડ કટિંગ, બ્લોકિંગ અને સેફ ડાયમંડ ટ્રેડિંગ સુધીની તમામ પ્રક્રિયાઓ માટે ટોટલ ટેક્નોલોજી સોલ્યુશન્સ વિક્સાવે છે.

સાથેજ કંપની ટૂંક સમયમાં, બિલકુલ અનોખા, અત્યંત આધુનિક ટેક્નોલોજીથી કામ કરતા, હીરા ઉદ્યોગ માટેના પ્રથમ કહી શકાય એવા સોઇંગ રોબોટ્સ લોન્ચ કરી રહી છે.આ નવી રજૂઆત હીરા ઉદ્યોગને કારીગરના રોંગ કટિંગ અને ઊંચા પ્રોડકશન ખર્ચની ઝંઝટમાંથી છૂટકારો આપશે.

STPLનાં આધુનિક ટેકનોલોજિકલ સોલ્યુશન્સ લેસર ટેક્નોલોજીને આગળ ધપાવે છે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન સુનિશ્ચિત કરે છે. STPL કંપની ક્રિએટીવ અને ઇનોવેટિવ ટેલેન્ટ ધરાવે છે.જે હીરા ઉદ્યોગમાં શ્રેષ્ઠતા લાવવાના લક્ષ્યને સમર્પિત છે.આજે સમગ્ર વિશ્વમાં 35 થી અધિક દેશો અને છ ખંડોમાં STPLની 15000 થી વધુ ડાયમંડ પ્રોસેસિંગ ટેકનોલોજીસ કાર્યરત છે.

STPLની ઉપરોક્ત સિધ્ધિના મુગટમાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે. લેસર મશીનની સહુથી વધુ નિકાસ કરી આ ક્ષેત્રે નંબર વન સ્થાન પ્રાપ્ત કરવા બદલ STPL ને લેસર મશીન કૅટેગરીમાં એક્સ્પોર્ટ ધ યર 2021-2022 એવોર્ડ Sur SEZ દ્વારા એનાયત કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે સુરત સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં STPLનું એક વિશાળ અને આધુનિક નિકાસલક્ષી યુનિટ કાર્યરત છે.

STPL ના સી.ઈ.ઓ શ્રી રાહુલ ગાયવાલાના નેતૃત્વ હેઠળ સમગ્ર STPL પરિવારે આ ઉપલબ્ધીમાં પોતાનું આગવું યોગદાન આપ્યું છે. શ્રી પંકજ પરવાલ અને શ્રી ધ્રુવ રાજ્ગુરુએ સમગ્ર પ્રક્રિયાનું ફાઇનાન્સ અને માર્કેટિંગ સાંભળ્યું હતું. બીજી બાજુ શ્રી નયન પ્રજાપતિ અને શ્રી પ્રિતેશ રાઠોડે સંપૂર્ણ અને સમયસર પ્રોડ્કશનની અતિગંભીર જવાબદારી સ્વીકારી હતી તો બીજા છેડે શ્રી આશીયા ખીમાણીએ પ્રોડ્કશન માટે જરૂરી તમામ અત્યાધુનિક પાર્ટ્સને ઉપલબ્ધ કરાવ્યા હતા.

STPLનું દરેક મશીન ગુણવત્તામાં સૌથી આગળ રહે છે અને દરેક મશીન ચેક કરી શ્રી જયદીપ વરિયા તેમને ગ્રાહકો માટે અધિકારીક કરતાં હોઈ છે. વધુમાં, સમગ્ર પ્રોડ્કશનને વિશ્વના 35 દેશોના ગ્રાહકો સુધી પોહોચાડવામાં શ્રી ડેનિશ પટેલે અત્યંત મોટી જવાબદારી ઉપાડી હતી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મેઈક ઇન ઇન્ડીયા અભિયાનને ટેકો આપવા STPL હરહંમેશ પ્રતિબધ્ધ રહ્યું છે. લેસર મશીનરી કેટગેરીની સહુથી વધુ નિકાસ દ્વારા વિદેશી હુંડીયામણ રળી આપવાની સાથે તેમણે વિશાળ રોજગારીનું પણ સર્જન કર્યુ છે.

રિસર્ચ અને ડેવલપીંગ ક્ષેત્રે અમે સતત કાર્યશીલ છીએ : રાહુલ ગાયવાલા

કંપનીની આ સફળતા અંગે પ્રતિભાવ આપતા STPL ના સી.ઈ.ઓ રાહુલ ગાયવાલાએ કહ્યું કે રિસર્ચ અને ડેવલપીંગ ક્ષેત્રે અમે સતત કાર્યશીલ છીએ. કંપનીની સફળતાનો શ્રેય કંપનીમાં કાર્યરત દરેક કર્મચારીને આપતા ગાયવાલાએ ઉમેર્યુ કે આ સફળતા ટીમવર્કને આભારી છે. તેમણે અંતમાં કંપનીની અવિરત સફળતા અંગે રહસ્ય ઉજાગર કરતા કહ્યું કે અમે ગતિશીલ બની રહેલા વૈશ્વિક હીરાઉદ્યોગને ધ્યાનમાં રાખી ગુણવત્તાની રીતે સતત સ્પર્ધાત્મક રહેવાનું વધુ પસંદ કરીએ છીએ.