આજથી કેટલાક દુર્લભ ડાયમંડને ખરીદવાની ઉપલબ્ધ થશે તક

66

DIAMOND TIMES- રફ કંપની પેટ્રા ડાયમંડને તાંઝાનિયામાં આવેલી વિલિયમસન ખાણમાંથી મળી આવેલ 32.32 કેરેટના દુર્લભ પીંક ડાયમંડની એન્ટવર્પ ખાતે 19 થી 26 નવેમ્બર દરમિયાન હરાજી યોજવામાં આવી છે.32.32 કેરેટ ના ગુલાબી હીરાની સાથે વિલિયમસન ખાણમાંથી મળી આવેલા અન્ય રફ હીરાને પણ આ પ્રથમ ટેન્ડરમાં સામેલ કરવા માં આવ્યા છે.

બીજી તરફ વિશ્વ વિખ્યાત ઓકશન હાઉસ ક્રિસ્ટીઝ દ્વારા પણ 1.02 કેરેટના ફેન્સી વિવિડ બ્લુ હીરાનું પણ પ્રોપેર્ટી ઓફ જેન્ટલમેન શિર્શક હેઠળ ઓન લાઈન ઓકશન યોજવામાં આવ્યુ છે.GIA દ્વારા પ્રમાણીત અને SI2 સ્પષ્ટતા ધરાવતા 1.02 કેરેટના ફેન્સી વિવિડ બ્લુ હીરાની કીંમત 4 લાખથી 6.75 લાખ અમેરીકન ડોલર અંદાજવામા આવી છે.ઉપરાંત આ ઓનલાઈન ઓક્શનમાં અન્ય પણ કેટલાક તેજસ્વી હીરાઓ મુકવામાં આવ્યા છે.