દુબઇમાં વિશ્વનો સૌથી મોટો બિઝનેસ એક્સ્પો શરૂ થતા ઉધોગપતિઓને આકર્ષવા સુરતથી દુબઈની ફ્લાઇટ શરૂ થાય તેવા સંજોગો

24

સુરત- શાહજહાં ફ્લાઈટનું બુકીંગ શરૂ થયુ,સુરત શારજહા ફ્લાઇટ સપ્તાહમાં રવિવાર અને બુધવારે બે ટ્રિપનું આયોજન,રવિવાર અને બુધવારે શારજહાંથી સાંજે 7:35 કલાકે ફ્લાઇટ ટેક ઓફ થઈને સુરત ખાતે રાત્રે 11:45 કલાકે લેન્ડ થશે

DIAMOND TIMES – દોઢ વર્ષ પહેલા કોરોનાના કારણે બંધ કરી દેવામાં આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત અને યૂએઇના શારજહા વચ્ચેની ઇન્ટરનેશનલ ફ્લાઇટ આગામી નવેમ્બર 2021 થી પુન: શરૂ કરી દેવાની જાહેરાત બાદ બુકીંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે.સાથે જ દુબઇ ખાતે છ મહિના ચાલનારો વિશ્વનો સૌથી મોટો બિઝનેસ એક્સ્પો શરૂ થયો હોય ઉધોગપતિઓને આકર્ષવા સુરતથી દુબઈની ફ્લાઇટ પણ શરૂ થાય તેવા સંજોગો ઉજળા બન્યા છે.

એર ઇન્ડિયાના સિનિયર અધિકરીએ જાણકારી આપી હતી કે સુરત એરપોર્ટની એક માત્ર ઇન્ટરનેશનલ ફ્લાઇટને ફરી શરૂ કરવામાં આવી છે.અને તેનું ઓનલાઇન બુકીંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.એર ઇન્ડિયા એક્સપ્રેસની આ ફ્લાઇટ હાલમાં અઠવાડિયામાં બે વખત સુરત અને શારજહા વચ્ચે ઓપરેટ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.બીજી તરફ દુબઈમાં શરૂ થયેલા વિશ્વના સૌથી મોટા એક્સ્પોમાં પ્રવાસીઓને આકર્ષવા માટે યુએઈ દ્વારા જુદી જુદી યોજનાઓ બનાવવાં આવી છે. દુબઈમાં રહેતા ગુજરાતી આગેવાનોએ પણ યુએઈ સરકારને રજૂઆતો કરી છે કે વિશ્વમાં વ્યાપાર માટે જાણીતા ગુજરાતીઓને આકર્ષવા માટે સુરત એરપોર્ટથી દુબઈની સીધી ફ્લાઇટ શરૂ કરવી જોઈએ.આવી રજુઆત સ્થાનિક સ્તરેથી પણ કરવામાં આવી રહી છે.

સૂત્રો જણાવે છે કે ટૂંક જ સમયમાં કેન્દ્ર સરકાર જુદી જુદી એરલાઇન્સના અધિકારીઓ સાથે વાટાઘાટ કરીને સુરત દુબઇ વચ્ચે ઇન્ટરનેશનલ ફ્લેર શરૂ થાય તે દિશામાં મોટી જાહેરાત પણ કરશે. સુરતથી અનેક લોકો યુનાઇડેટ આરબ અમીરાત સાથે વ્યાપારિક અને ધંધાકીય રીતે જોડાયેલા છે,તે ઉપરાંત સ્થાનિક અને હીરા ઉધોગપતિઓ અને બિલ્ડીંગ સાથે સંકળાયેલા લોકો પણ દુબઇ સાથે વ્યાપારિક સંબંધ ધરાવતા હોય સુરત દુબઈની ફ્લાઇટ જલ્દી શરૂ થાય તેવા સંકેતો છે.