વિશ્વના સૌથી મોટા હીરા ભંડારમાં ખાણકામ શરૂ

869

DIAMOND TIMES-વિશ્વના સહુથી મોટા હીરા ભંડાર રશિયાના પોપીગાઈમાં નોવોસિબિર્સ્કના ભૂસ્તરશાસ્ત્રીઓ દ્વારા શોધ- સંશોધન અને ખાણકામ શરૂ કરવામાં આવ્યુ છે. વિશ્વનો સહુથી મોટા હીરા ભંડાર ધરાવતા રશિયાના પોપીગાઈનો ઇતિહાસ પણ ભારે રોચક છે. કહેવાય છે કે આજથી લગભગ 35 મિલિયન વર્ષ અગાઉ આ વિસ્તારમાં કોઇ લઘુગ્રહ અથવા તો ધૂમકેતુનું પતન થયુ હતુ. જેના કારણે આર્કટિક ઝોનના ક્રાસ્નોયાર્સ્ક પ્રદેશમાં રફ હીરાનાં ભંડારો હોવાનું વૈજ્ઞાનિકોનું અનુમાન છે.

વર્તમાન સમયે પોપીગાઈ વિસ્તારમાં ખાણકામ શરૂ કરવા માટે બુક કરવામાં આવેલા એરિયામાં અંદાજે 330 અબજ કેરેટ હીરા હોવાનો વૈજ્ઞાનિકો અંદાજ લગાવી રહ્યા છે.આ વિસ્તારના ભુગર્ભ માં ખાણકામ દરમિયાન મળનાર સંભવિત રફ હીરાનો જથ્થો કોઇ સામાન્ય રફ હીરાની ખાણની તુલના એ દશ ગણાથી પણ અધિક હોવાનું અનુમાન છે.આ વિસ્તારમાં રહેલા હીરાને ખોદી કાઢવા માટે અનેક મોટી કંપનીઓ રસ દાખવી રહી છે.કારણ કે આ વિસ્તારમાં ભુગર્ભમાં રહેલા હીરા જેમ ક્વોલિટીના હોવાની તેમને પુરેપુરી આશા છે.

રશિયન વૈજ્ઞાનિકો પોપીગાઈ ખાતે એક નાનો પ્રાયોગિક પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવાની યોજના બનાવી છે.જાણકારોના મતે આ વિસ્તારમાં હીરા ખનનનું કામકાજ ખુબ જ ખર્ચાળ છે.તેમ છતાં ધીરે ધીરે આ પ્રક્રિયા આગળ વધી રહી છે . નોવોસિબિર્સ્કના ભૂસ્તરશાસ્ત્રીઓ હાલમાં પોપીગાઈ એસ્ટ્રોબ્લેમ પર મજબુતીથી કામ કરી રહ્યા છે.ઉલ્લેખનિય છે કે સહુથી મોટી કંપની રશિયન કોર્પોરેશ સહીત અનેક મોટા રોકાણકારોની નજર આ વિસ્તારમાં ચાલી રહેલા કામકાજ પર કેન્દ્રીત થઈ છે.

2009માં રશિયાના સાઇબિરીયનથી ઉત્તરમાં આવેલા દુર્ગમ વિસ્તારમાં રશિયન વૈજ્ઞાનિકોએ હીરાના ગુપ્ત ભંડારો પર સંશોધનની કામગીરી વધારી દીધી હતી. લાંબા સમય સુધી હીરાની થાપણની શોધ એક રહસ્ય રહ્યુ હતું.પરંતુ નોવોસિબિર્સ્ક સ્થિત સોબોલેવ ઇન્સ્ટિટ્યુટ ઓફ જીઓલોજી એન્ડ મિનરલોજીને હીરાના ખાણકામ અને સંશોધન કામગીરીમાં રસ વધી રહ્યો છે.ક્રાસ્નોયાર્સ્ક અને યાકુટિયાના વિશાળ સાઇબેરીયન પ્રદેશોથી ઉત્તરી છેડે નિર્જન અને દુર્ગમ ક્ષેત્રમાં આવેલા આ હીરાના ભંડારો પર સહુ કોઇએ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.