ડીમાન્ડ અને સપ્લાયમાં સંતુલન જળવાતા પોલિશ્ડ હીરાનું ટ્રેડિંગ સ્થિર

573

ડાયમંડ ટાઇમ્સ

માઈન્સથી લઈને માર્કેટ સુધીના વૈશ્વિક હીરા બજારો સંતુલિત થતા પોલિશ્ડ હીરાનું ટ્રેડિંગ સ્થિર થયુ હોવાનું રાપાપોર્ટના અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે.ગત જાન્યુઆરીમાં અમેરીકા, ચીન અને યૂરોપ સહીત વૈશ્વિક બજારોમાં જવેલરીની ડીમાન્ડ વધવાના પગલે તૈયાર હીરાનાં ટ્રેડિંગમાં ગતિ જોવા મળી હતી. જો કે ત્યારબાદ જાન્યુઆરીની સરખામણીએ ફેબ્રુઆરીમાં તૈયાર હીરાની માંગ અને કારોબારની ગતિ થોડી ધીમી પડી હતી . ઇન્વેન્ટરી સ્તરોમાં ક્રમશ વધારો થવાના પરિણામે 1 કેરેટના તૈયાર હીરાની પ્રાઈસ ઇન્ડેક્સમાં 0.8%નો વધારો નોંધાયો હતો.

ચીનમા નવા વર્ષની ઉજવણી અને વેકેશનને પગલે જ્વેલરીનાં ઓનલાઈ વેંચાણમાં સકારાત્મક વૃદ્ધિ જોવા મળી હતી.ચીની સરકારના આંકડા દર્શાવે છે કે વિતેલા વર્ષ 2020 દરમિયાન ચીનમાં જ્વેલરીના ઓનલાઈ વેંચાણ થકી સરકારને મળેલી રેવન્યુમાં 15%નો વધારો થયો હતો. વેલેન્ટાઇન દરમિયાન અમેરીકા અને યુરોપિયન દેશોમાં જવેલરીના ઓનલાઈણ વેંચાણમાં વૃદ્ધિ થઇ છે. વર્તમાન સમયમાં અમેરીકા અને યુરોપમાં જવેલરીનો રિટેલર વેપાર થોડો ધીમો છે.પરંતુ અગાઉના વર્ષ 2019 ની સરખામણીએ 2020 મા ડેડસ્ટોક ઘટતા કારોબારીઓ રાહત અનુભવી રહ્યા છે.વધુમાં કારોબારીઓ જવેલરીની સંભવિત માંગને ખુબ કાળજીપૂર્વક ધ્યાનમાં લઈ રહ્યા છે.

અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે રફ ખરીદીમાં વૃદ્ધિ થઈ છે.લોકડાઉન દરમિયાન કારખાનાઓ ઠપ્પ રહેતા હીરાના મેન્યુફેક્ચર્સ – સપ્લાયરોએ તૈયાર હીરાનો પુરવઠો ઘટાડવાની ફરજ પડી હતી.તૈયાર હીરાની માંગને પહોંચી વળવા હીરા મેન્યુફેક્ચર્સ કંપનીઓએ હીરાનું ઉત્પાદન વધાર્યું છે. રેપનેટ પરની સુચી મુજબ પહેલી માર્ચ સુધી બજારમાં તૈયાર હીરાનો પુરવઠો 1.25 મિલિયન હતો.જે ગત વર્ષના પ્રારંભની તુલનામાં 11.1% વધારે છે.

વર્તમાન સમયે બજારમાં ડીમાન્ડ અને સપ્લાયનું સંતુલન જળવાઈ રહ્યુ છે. અગ્રણી રફ કંપની ડી-બિયર્સ અને અલરોઝાએ ગત ફેબ્રુઆરી મહીનામાં રફના સરેરાશ ભાવમાં 3 થી 5 ટાકાનો વધારો કરતા રફ હીરાના ભાવો લોકડાઉન અને કોરોના મહામારી પહેલાના સ્તરની નજીક પહોંચી ગયા છે.રફના ભાવમાં થયેલા વધારા વચ્ચે હીરા મેન્યુફેક્ચર્સ કંપનીઓ પોલિશ્ડ હીરાના ભાવો સ્થિર રાખવા અને માર્જિન સુરક્ષિત રાખવા સંઘર્ષ કરી રહ્યાં છે.આગામી સમયમાં રફ ખરીદી ધીમી પડે તેવી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે.વૈશ્વિક બજારમાં ઓનલાઈન અને સ્ટોર મારફત જ્વેલરીના વેંચાણમાં વૃદ્ધિ થઈ છે.આવી સ્થિતિમાં માઈન્સથી માર્કેટ સુધીની સમગ્ર ચેઈન તંદુરસ્ત બજાર માટે ડીમાન્ડ અને સપ્લાયનું સંતુલન જાળવી રાખવા પ્રયત્નશીલ છે.વર્ષનાં બીજા ક્વાર્ટર દરમિયાન પોલિશ્ડ ટ્રેડિંગ ધીમું પડવાની અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે.