DIAMOND TIMES – ગુજરાતનું આર્થિક પાટનગર સુરત હીરા ઉદ્યોગનું હબ છે.સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાત સહીત રાજય ના અન્ય વિસ્તારોમાંથી મીની ભારત તરીકે ઓળખાતા સુરતમાં રોજીરોટી માટે આવેલા અંદાજે દશ લાખથી પણ વધુ લોકો હીરા ઉદ્યોગમાં કાર્યરત છે.જે પૈકી મોટાભાગના લોકો દિવાળીના તહેવારમાં સહપરિવાર વતનમાં જતાં હોય છે.ઉપરોક્ત બાબતને ધ્યાનમાં રાખી રત્નકલાકારો સહીતના લોકો એસ.ટી. બસનો મહત્તમ લાભ લઈ શકે તે માટે સુરત ડાયમંડ એસો.ના પ્રમુખ નાનુભાઈ વેકરીયા, ઉપપ્રમુખ જગદિશભાઈ ખુંટ,મંત્રી દામજી માવાણી સહીતના હોદ્દેદારો તેમજ રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ બાલુભાઈ વેકરીયા અને હોદ્દેદારોએ ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પુર્ણેશભાઈ મોદીને ગાંધીનગર ખાતે રૂબરૂ મળી આ અંગે રજુઆત કરી હતી.જેનો રાજ્ય સરકાર દ્વારા સકારાત્મક પ્રતિસાદ મળતા ઈ માંગણીઓ સ્વીકાર કરવામાં આવ્યો છે.જેને અનુલક્ષીને હવે એસટી બસ તમારા દ્વારે યોજના હેઠળ ગ્રુપ બુકીંગ કરાવી શકાશે
વાહન વ્યવહાર મંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપી અમારી માંગણીનો સ્વીકાર કર્યો : દામજીભાઈ માવાણી
દિવાળીમાં એસટીબસ ભાડામાં રાહત આપવા સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રતિનિધી મંડળે રજુઆતમાં કહ્યુ હતુ કે વર્ષ 2019માં રત્ન કલાકારો સહીત હીરા ઉદ્યોગમાં કાર્યરત લાખો લોકો ઓછા ખર્ચે વતનમાં જઈ શકે એ માટે ગુજરાત સરકારે એસટી બસનુ સીંગલ ભાડુ કરી લોકોને મોટી રાહત આપી હતી .ત્યારે આગામી દીવાળીના વેકેશનમાં પણ એસટી બસનું સિંગલ ભાડુ કરી લોકોને રાહત આપવાની અમારી માંગણી હતી.મંત્રી દામજી માવાણીએ કહ્યુ કે આ અમારી આ માંગનો વાહન વ્યવહાર મંત્રી પુર્ણશભાઈ મોદીએ સકારાત્મક પ્રતિસાદ આપી ત્વરીત યોગ્ય નિર્ણય લઈ સ્વીકાર કર્યો છે.જેનાથી દીવાળી વેકેશનમાં વતનમાં જવા માંગતા રત્નકલાકારો સહીત અનેક લોકોને ફાયદો મળશે.