કુદરતી પોલિશ્ડ હીરાના ઇન-હાઉસ ગ્રેડીંગ માટે વિકસાવેલી એસઆરકે ગ્રેડિંગ સિસ્ટમને મળ્યુ વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત ISO 24016 પ્રમાણપત્ર,ગ્રાહકો માટે આ પ્રકારની સવલત વિકસાવનારી વિશ્વની એકમાત્ર કંપની તરીકે શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ્સએ મેળવ્યુ ગૌરવપ્રદ બહુમાન…
DIAMOND TIMES – જાહેર જીવન અને સામાજિક ઉતરદાયિત્વ નિભાવવા બદલ હીરા ઉદ્યોગના કોહિનુરનું બહુમાન પ્રાપ્ત કરનાર ગોવિંદભાઈ ધોળકીયાની સુરત સ્થિત હીરાની કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (એસઆરકે)એ તેની ઇન-હાઉસ એસઆરકે ગ્રેડિંગ સિસ્ટમ (એસજીએસ) લોંચ કરી છે.જેને માન્ચેસ્ટર સ્થિત આઇએસઓ સર્ટિફિકેશન પ્રદાતા આલ્કુમાસ આઇએસઓક્યુએઆર(Alcumus ISOQAR) દ્વારા માન્યતા આપવામાં આવી છે.ISO: 24016:2020 પ્રમાણપત્રને અનુલક્ષીને આવતા તમામ પેરામિટર્સ અને ક્રાઈટ એરિયામાં શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ તમામ પ્રકારે સુસંગત નિવડતા SGS દ્વારા 0.25 કેરેટ ઉપરના સિંગલ પોલિશ્ડ હીરાના ગ્રેડિંગ માટે ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિઓને માન્યતા આપી છે.
શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સની યશ કલગીમાં એક વધુ છોગુ ઉમેરાયુ છે.આ સિદ્ધિ મેળવવા બદલ ગત તારીખ 11 માર્ચ, 2021ના રોજ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ દ્વારા યોજાયેલા વર્ચ્યુઅલ સન્માન સમારંભ પ્રસંગે સત્તાવાર રીતે એસઆરકેને આ માન્યતા આપવામાં આવી હતી.આ ઉજવણીમાં એસઆરકેની ટીમ સાથે આઇએસઓક્યુએઆર( ISOQAR) ઇન્ડિયા પ્રા.લિ.ના મેનેજિંગ ડિરેક્ટર સુહાસ રીસબૂડ પણ સહભાગી થયા હતા.